Home Gujarat Gujarat Bjp Distributes Responsibilities Of Zone Wise State General Secretaries

ગુજરાત ભાજપે ઝોન વાઈઝ પ્રદેશ મહામંત્રીઓની જવાબદારી વહેંચી : દક્ષિણ ઝોન અને મુખ્ય મથક પ્રભારી પ્રશાંતભાઈ કોરાટ, જાણો કોણ ક્યાં ઝોનના પ્રભારી?

ગુજરાત ભાજપે ઝોન વાઈઝ પ્રદેશ મહામંત્રીઓની જવાબદારી વહેંચી
Published by: OBS Bureau
Last Updated: Dec 31, 2025, 02:09 PM IST

Gujarat Politics News : ભારતીય જનતા પાર્ટીએ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે નવી નમણૂક કરાયેલા પ્રદેશ મહામંત્રીઓને ઝોન વાઈઝ પ્રભાર સોંપ્યો છે. ભાજપ પ્રદેશ મહામંત્રીઓને રાજ્યના વિવિધ ઝોનના પ્રભારી તરીકે મહત્વપૂર્ણ જવાબદારી આપવામાં આવી છે, જેથી સંગઠન કાર્ય વધુ સુચારુ અને અસરકારક રીતે આગળ વધારી શકાય.

ભાજપે પ્રદેશ મહામંત્રીઓને ઝોન વાઈઝ જવાબદારી સોંપી

આ નિમણૂક મુજબ અનિરુદ્ધ દવેને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. પ્રશાંતભાઈ કોરાટને દક્ષિણ ઝોન સાથે સાથે મુખ્ય મથક પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અજયભાઈ બ્રહ્મભટ્ટને ઉત્તર ઝોનની જવાબદારી આપવામાં આવી છે, જ્યારે હિતેન્દ્રસિંહ ચૌહાણને મધ્ય ઝોનના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

સંગઠનને પ્રદેશ સ્તરે વધુ સક્રિય બનાવાશે

ભાજપના નેતૃત્વ દ્વારા લેવામાં આવેલ આ નિર્ણયથી સંગઠનને પ્રદેશ સ્તરે વધુ સક્રિય બનાવવા અને ઝોન સ્તરે સંકલન મજબૂત કરવાનો હેતુ છે. પાર્ટી સૂત્રોના જણાવ્યા મુજબ, નવી જવાબદારીઓ સાથે પ્રદેશ મહામંત્રીઓ સંગઠન કાર્યને વધુ ગતિ આપશે અને આવનારા સમયમાં પાર્ટીની પ્રવૃત્તિઓને વધુ મજબૂતી મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now