Home Gujarat Gujarat Bjp Announces In Charges Of 42 City And Districts And In Charges Of 7 Fronts

ચૂંટણી જંગ, પ્રભારી સંગ : ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જીતવા 42 નગર-જિલ્લાઓના પ્રભારીની કરી નિમણુક,7 મોરચાના પ્રદેશ પ્રભારી પણ જાહેર

ચૂંટણી જંગ, પ્રભારી સંગ
Published by: Offbeat Team
| Last Updated: Mar 02, 2026, 03:38 PM IST

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુ વેગવંતુ અને સક્રિય બનાવવા માટે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા રાજ્યના 42 જિલ્લા અને મહાનગરો માટે નવા પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેની સાથે જ 7 પ્રદેશ મોરચાઓના પ્રભારીઓના નામ પણ જાહેર કરાયા છે.

તમામ નવનિયુક્ત પ્રભારીઓની જવાબદારી તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવી છે. સંગઠન પ્રક્રિયામાં પારદર્શિતા અને કાર્યક્ષમતા જળવાઈ રહે તે હેતુથી મોટાભાગના કિસ્સાઓમાં જે તે વ્યક્તિના નિવાસી જિલ્લા સિવાયના અન્ય જિલ્લાઓમાં પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાતના મુખ્ય શહેરોના પ્રભારી

•સુરત શહેર: શંકરભાઈ અમલીયાર

•વડોદરા શહેર: ડૉ. જગદીશભાઈ પી. પટેલ (બલ્લર)

•રાજકોટ શહેર: અનિરૂધ્ધભાઈ દવે

•અમદાવાદ જીલ્લો: કશ્યપભાઈ શુક્લ

•ગાંધીનગર શહેર: નિરવભાઈ અમીન

સાત વિવિધ મોરચાઓના પ્રભારીની વરણી

•યુવા મોરચા: કિરિટભાઈ પટેલ

•મહિલા મોરચા: શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ

•ઓબીસી મોરચા: નટુજી ઠાકોર

•એસ.સી. મોરચા: હિતેશભાઈ પટેલ

•એસ.ટી. મોરચા: ગીતાબેન રાઠવા

•કિસાન મોરચા: ભરતભાઈ પંડ્યા

•લઘુમતી મોરચો: રસિકભાઈ પ્રજાપતિ

સ્થાનિક ચૂંટણીઓ જીતવા માટેનો માસ્ટર પ્લાન?

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા રાજ્યના 42 જિલ્લા/મહાનગર અને 7 પ્રદેશ મોરચાઓ માટે નવા પ્રભારીઓની જાહેરાત કરવામાં આવી છે. આ નિમણૂકો માત્ર વહીવટી પ્રક્રિયા નથી, પરંતુ આગામી નગરપાલિકા, મહાનગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીઓ પૂર્વે ભાજપની એક મજબૂત રાજકીય વ્યૂહરચનાના સંકેત આપે છે.

'બહારના' પ્રભારીનો દાવ

મોટાભાગના પ્રભારીઓને તેમના નિવાસી જિલ્લા સિવાયના જિલ્લાઓની જવાબદારી સોંપાઈ છે. દા.ત. સુરત શહેરના ડૉ. પ્રશાંત કોરાટ રાજકોટ જિલ્લાના નિવાસી છે , જ્યારે રાજકોટ શહેરના અનિરૂધ્ધભાઈ દવે કચ્છના નિવાસી છે. આ વ્યૂહરચના પાછળનો હેતુ સ્થાનિક જૂથબંધી અટકાવવા અને તટસ્થ રીતે ચૂંટણીનું સંચાલન કરવાનો છે.

સામાજિક સમીકરણોનું સંતુલન:

7 પ્રદેશ મોરચાઓ (યુવા, મહિલા, ઓબીસી, એસ.સી., એસ.ટી., કિસાન, લઘુમતી) માં અનુભવી ચહેરાઓની વરણી કરીને ભાજપે દરેક વર્ગને સાધવાનો પ્રયાસ કર્યો છે. કિસાન મોરચામાં ભરતભાઈ પંડ્યા અને યુવા મોરચામાં કિરિટભાઈ પટેલ જેવા સક્રિય નેતાઓ ગ્રામીણ અને યુવા મતોને અંકે કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

સ્થાનિક ચૂંટણીઓ પર શું અસર થશે?

માઈક્રો-મેનેજમેન્ટ:

નવા પ્રભારીઓની તાત્કાલિક અસરથી નિમણૂક સૂચવે છે કે ભાજપ હવે બૂથ લેવલના માઈક્રો-મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરશે. પંચાયતની ચૂંટણીઓમાં પાયાના કાર્યકરો સાથે સીધો સંવાદ આ પ્રભારીઓ દ્વારા સ્થાપિત કરવામાં આવશે.

નવા નેતૃત્વની કસોટી

વાવ-થરાદ જેવા મહત્વના વિસ્તારોમાં વિશાલ પટેલ જેવા યુવા ચહેરાઓની વરણીથી પક્ષે સ્પષ્ટ કર્યું છે કે તે નવા લોહીને પ્રોત્સાહન આપીને વિપક્ષોના ગઢમાં ગાબડું પાડવા તૈયાર છે.

ઝોન વાઈઝ પકડ

દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધીના તમામ 42 એકમોમાં પ્રભારી મૂકીને ભાજપે પંચાયત સ્તરે 'પેજ સમિતિ' ને ફરી સક્રિય કરવાનો માર્ગ મોકળો કર્યો છે.

આ નિમણૂકો એ આગામી સ્થાનિક ચૂંટણીઓ માટે ભાજપનું 'યુદ્ધનાદ' છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની જોડીએ સંગઠનને ધારદાર બનાવીને વિપક્ષો સામે એક ડગલું આગળ રહેવાની તૈયારી કરી લીધી છે.

ક્રમ

જિલ્લો / મહાનગર

પ્રભારીનું નામ

નિવાસી જિલ્લો/મહાનગર

1

ડાંગ

રાજેશભાઈ દેસાઈ

સુરત શહેર

2

વલસાડ

વિનયભાઈ શુક્લ

સુરત શહેર

3

નવસારી જી.

શંકરભાઈ અમલીયાર

દાહોદ

4

સુરત શહેર

ડૉ. પ્રશાંતભાઈ કોરાટ

રાજકોટ જીલ્લો

5

સુરત જી.

ગૌતમભાઈ ગેડીયા

સુરેન્દ્રનગર

6

તાપી

ડૉ. જગદીશભાઈ પી. પટેલ (બલ્લર)

સુરત શહેર

7

ભરૂચ

પરાક્રમસિંહ જાડેજા

વડોદરા શહેર

8

નર્મદા

અર્જુનભાઈ ચૌધરી

સુરત જીલ્લો

9

વડોદરા શહેર

હિતેન્દ્રસિંહ ચૌહાણ

સુરેન્દ્રનગર

10

વડોદરા જી.

ડૉ. ઋત્વિજભાઈ પટેલ

કર્ણાવતી

11

છોટા ઉદેપુર

હિમ્મતભાઈ પડશાળા

ગીર સોમનાથ

12

પંચમહાલ

હર્ષદભાઈ વસાવા

નર્મદા

13

મહીસાગર

નીતિનભાઈ સી. પટેલ

મહેસાણા

14

દાહોદ

રાજેન્દ્રભાઈ પટેલ (ચૌધરી)

અરવલ્લી

15

આણંદ જી.

વર્ષાબેન દોશી

સુરેન્દ્રનગર

16

ખેડા

રમેશભાઈ દેસાઈ

કર્ણાવતી

17

કર્ણાવતી શહેર

અજયભાઈ બ્રહ્મભટ્ટ

ખેડા

18

અમદાવાદ જી.

કશ્યપભાઈ શુક્લ

રાજકોટ શહેર

19

ગાંધીનગર શહેર

નિરવભાઈ અમીન

આણંદ

20

ગાંધીનગર જી.

રમેશભાઈ સોલંકી

મહેસાણા

21

સાબરકાંઠા

બ્રિજરાજસિંહ ઝાલા

બોટાદ

22

અરવલ્લી

ડૉ. સંજયભાઈ દેસાઈ

બનાસકાંઠા

23

મહેસાણા જી.

ડૉ. ભરતભાઈ ડાંગર

વડોદરા શહેર

24

પાટણ

સત્યેનભાઈ કુલાબકર

વડોદરા શહેર

25

બનાસકાંઠા

ધવલભાઈ દવે

ભાવનગર શહેર

26

વાવ-થરાદ

વિશાલભાઈ પટેલ

કર્ણાવતી

27

કચ્છ

ફલજીભાઈ ચૌધરી

બનાસકાંઠા

28

જામનગર શહેર

ધનસુખભાઈ ભંડેરી

રાજકોટ શહેર

29

જામનગર જી.

દિલીપભાઈ બારડ

ગીર સોમનાથ

30

દેવભૂમિ દ્વારકા

પુનિતભાઈ શર્મા

જુનાગઢ શહેર

31

રાજકોટ શહેર

અનિરૂધ્ધભાઈ દવે

કચ્છ

32

રાજકોટ જી.

ભરતભાઈ આર્ય

પાટણ

33

મોરબી જી.

ગજેન્દ્રભાઈ સક્સેના

બનાસકાંઠા

34

જુનાગઢ શહેર

જીજ્ઞાબેન પંડ્યા

સુરેન્દ્રનગર

35

જુનાગઢ જી.

અરવિંદભાઈ રૈયાણી

રાજકોટ શહેર

36

ગીર સોમનાથ

ભાવનાબેન જે. હિરપરા

જુનાગઢ શહેર

37

પોરબંદર જી.

ડૉ. વિમલભાઈ કગથરા

જામનગર શહેર

38

અમરેલી

અભયસિંહ ચૌહાણ

ભાવનગર શહેર

39

ભાવનગર શહેર

કમલેશભાઈ મિરાણી

રાજકોટ શહેર

40

ભાવનગર જી.

હર્ષદગીરી ગોસાઈ

અમદાવાદ જીલ્લો

41

બોટાદ

દશરથજી ઠાકોર

પાટણ

42

સુરેન્દ્રનગર જી.

રાજેશભાઈ શુક્લ

ગાંધીનગર શહેર

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

પાલજમાં રાજ્યની સૌથી મોટી હોલિકા પ્રગટાવાઈ: હોળીની ઝાળ જોઈને આગાહીકાર અંબાલાલ પટેલે આપ્યો વરતારો

પાલજમાં રાજ્યની સૌથી મોટી હોલિકા પ્રગટાવાઈ
Play Video

Iran-Israel War માં મહેસાણા-ગુજરાતના 45 લોકો ફસાયા: સાંસદ હરિ પટેલે શરૂ કરી વિશેષ હેલ્પલાઇન

Iran-Israel War માં મહેસાણા-ગુજરાતના 45 લોકો ફસાયા
Play Video

દુધરેજ વડવાળા ધામમાં નવી ગૌશાળાનું ભવ્ય લોકાર્પણ: સંત-મહંતોની ઉપસ્થિતિમાં ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું ભાવુક સંબોધન

દુધરેજ વડવાળા ધામમાં નવી ગૌશાળાનું ભવ્ય લોકાર્પણ

વડોદરામાં 17 મા માળેથી પટકાતા મેન્ટેનન્સ કર્મચારીનું મોત: અઠવાડિયામાં બીજી ઘટના, સુરક્ષા વ્યવસ્થાઓ અંગે પ્રશ્નો

વડોદરામાં 17 મા માળેથી પટકાતા મેન્ટેનન્સ કર્મચારીનું મોત

સારંગપુરમાં ભવ્ય દીક્ષા મહોત્સવ: MBA, એન્જિનિયર અને સાયન્સ ગ્રેજ્યુએટ સહિત 29 તેજસ્વી યુવાનોએ મહંત સ્વામીની હાજરીમાં છોડ્યો સંસાર

સારંગપુરમાં ભવ્ય દીક્ષા મહોત્સવ
Play Video

નાણાં વિભાગે કર્યો મહત્વપૂર્ણ પરિપત્ર: લોનની મુદતની ભરપાઈની તારીખમાં કરાયું ફેરફાર, સ્ટોક સર્ટિફિકેટ માટે પણ કરાઈ સ્પષ્ટતા

નાણાં વિભાગે કર્યો મહત્વપૂર્ણ પરિપત્ર

AAP અને BJPના આ બે ધારાસભ્યો હમણાંથી કેમ દેખાય છે સાથે?: વિધાનસભા બાદ સમૂહ લગ્નમાં ફરી એક સાથે દેખાયા જયેશ રાદડિયા અને ગોપાલ ઈટાલિયા

AAP અને BJPના આ બે ધારાસભ્યો હમણાંથી કેમ દેખાય છે સાથે?

સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન પહોંચશે 40 ડિગ્રીએ!: આ વર્ષે રેકોર્ડ તૂટવાની શક્યતા, હવામાન વિભાગની મોટી આગાહી

સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન પહોંચશે 40 ડિગ્રીએ!

આગામી વર્ષ કેવું રહેશે?: હોળીની ઝાળ પરથી થશે નક્કી? પાલજમાં રાજ્યની સૌથી મોટી હોલિકા પ્રગટાવાશે

આગામી વર્ષ કેવું રહેશે?

કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલના ભાણિયાએ નશામાં ગાડી ચલાવી અકસ્માત કર્યો: કારમાં બ્લેક ફિલ્મ અને NSUIની પ્લેટ, PI સાથે પણ ગેરવર્તણુક કરી!

કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલના ભાણિયાએ નશામાં ગાડી ચલાવી અકસ્માત કર્યો
Play Video

Israel Iran War વચ્ચે મહેસાણાના 3 વેપારીઓ દુબઈમાં અટવાયા: વતન વાપસી માટે સરકારને કરી અપીલ

Israel Iran War વચ્ચે મહેસાણાના 3 વેપારીઓ દુબઈમાં અટવાયા
Play Video

નવરંગપુરાના ફ્લેટમાં ચાલતા આંતરરાષ્ટ્રીય વન્યજીવ રેકેટનો પર્દાફાશ!: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી

નવરંગપુરાના ફ્લેટમાં ચાલતા આંતરરાષ્ટ્રીય વન્યજીવ રેકેટનો પર્દાફાશ!

અનોખું વિદાયમાન: DySP ચેતના ચોધરીએ તેમની ગાડીમાં બેસાડી ડ્રાઈવર કોન્સ્ટેબલને આપી વિદાય, અધિકારીની નમ્રતાને સલામ

અનોખું વિદાયમાન
Play Video

બાવળા ન.પા ના કારોબારી ચેરમેન નશાની હાલતમાં ઝડપાયો!: પોલીસ સાથે પણ કરી ઝપાઝપી કર્યાનો આક્ષેપ, પોલીસ ફરિયાદ નોંધાઈ

બાવળા ન.પા ના કારોબારી ચેરમેન નશાની હાલતમાં ઝડપાયો!

ઇઝરાઇલ-અમેરિકા દ્વારા ઇરાન પર હુમલા બાદ હવાઈ માર્ગ પ્રભાવિત: જેદ્દાહ અને દુબઈ એરપોર્ટ પર વડોદરાના યાત્રીઓ ફસાયા

ઇઝરાઇલ-અમેરિકા દ્વારા ઇરાન પર હુમલા બાદ હવાઈ માર્ગ પ્રભાવિત

સુરતના અડાજણમાં પતિએ લોખંડના હથોડાથી પત્નીની કરી હત્યા: ઘર કંકાસે લીધો ભયાનક વળાંક, પતિએ જ પત્નીનો લીધો જીવ

સુરતના અડાજણમાં પતિએ લોખંડના હથોડાથી પત્નીની કરી હત્યા

વડોદરામાં કરચિયા રેલવે ફાટક નં. 241 બન્યો ટ્રાફિકનો કંટાળો: રસ્તો કલાકો સુધી બંધ રહેતાં ગ્રામજનોનો રોષ, ઉગ્ર આંદોલનની ચીમકી

વડોદરામાં કરચિયા રેલવે ફાટક નં. 241 બન્યો ટ્રાફિકનો કંટાળો

વડોદરાના માંજલપુરમાં પૂર્વ સૈનિક દ્વારા હવામાં ફાયરિંગ: વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં, કાર્યવાહી!

વડોદરાના માંજલપુરમાં પૂર્વ સૈનિક દ્વારા હવામાં ફાયરિંગ
Play Video

વડોદરાના 700થી વધુ યાત્રાળુઓ મક્કામાં ફસાયા: તણાવપૂર્ણ સ્થિતિના પગલે અશાંતિનો માહોલ, પરિવારજનોમાં ચિંતા વધી

વડોદરાના 700થી વધુ યાત્રાળુઓ મક્કામાં ફસાયા
Play Video