રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરના શિક્ષકોની કામગીરીને બિરદાવવા માટે દર વર્ષે 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' આપીને તેમનું સન્માન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ વિભાગ અંતર્ગત આવતા કુલ 30 શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક માટે પસંદગી કરવામાં આવી છે. આ અન્વયે રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ અને માધ્યમિક શિક્ષણ વિભાગના શિક્ષકોને રાજ્ય પારિતોષિક-2025 આ૫વા માટે જિલ્લા કક્ષાની સમિતિઓ દ્વારા મળેલ ભલામણોને આધારે આ રાજ્ય કક્ષાના શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે
પસંદગી પામેલા 30 શ્રેષ્ઠ શિક્ષકોનું લિસ્ટ






