ગુજરાત એટીએસને ઓગ્રેનાઈઝ્ડ ક્રાઈમ પર સર્વેલન્સ રાખવા ખાસ સૂચન કરવામાં આવ્યું હતું. જેનાં આધારે બહારનાં રાજ્યોમાં ગુજરાતમાં ખોટા લાયસન્સો બનાવી હથિયારો અપાવતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. જેમાં પ્રથમ 7 આરોપીની ધરપક્કડ કરવામાં આવી હતી. જ્યારે આજે ફરીથી 16 આરોપીની ધરપક્કડ કરતાં અત્યાર સુધી કુલ 23 ઈસમો સામે ગુન્હો દાખલ કરી ધરપક્કડ કરવામાં આવી છે. જ્યારે અન્ય 108 જેટલા શંકાસ્પદ ઈસમોની તપાસ શરૂ કરી છે.
એ.ટી.એસ. ગુજરાતના વરીષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા એ.ટી.એસ.ના અધિકારીઓને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ પર સર્વેલન્સ રાખવા સૂચના કરી હતી. જે મુજબ નારોકિટીક્સ, આર્મ્સ વિગેરે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ પર સર્વેલન્સ રાખવામાં આવતાં એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષક એસ. એલ. ચૌધરીને બાતમી મળેલ કે, બહરનાં રાજ્યોમાંથી ગુજરાતમાં ખોટા લાયસન્સ બનાવી હથિયાર ઘુસાડવામાં આવી રહ્યાં છે. જેમાં એટીએસે (૧) વિશાલ પંડયા (૨) ધ્વનિત મહેતા (૩) અર્જુન અલગોતર (૪) ધૈર્ય ઝરીવાલા (૫) શેલાભાઇ ભરવાડ (૬) મુકેશ બામ્ભા નાઓએ હરીયાણા, નુહમાં બંદુકની દુકાન ધરાવતા સૌકતઅલી, ફારુકઅલી, સોહીમઅલી તથા આસીફ નાઓને ઘણી મોટી રકમ આપી તેઓ પાસે મણીપુર રાજય તથા નાગાલેન્ડ રાજયના બોગસ હથિયાર લાયસન્સો પોતાના નામે બનાવડાવી તેઓ પાસેથી હથિયારો ખરીદી લાવેલ છે. તેમજ તેઓએ પોતાની ગેંગના માણસો તથા ગુજરાતના બીજા ઘણા બધા માણસોને બોગસ હથિયાર લાયસન્સો તથા હથિયારો અપાવડાવેલ છે.
જે આધારે એ.ટી.એસ. પો.સ્ટે. ખાતે આર્મસ એક્ટની કલમ નં ૨૫(૧-બી)(એ), ૨૭, ૨૯, ૩૦ હેઠળ કુલ સાત ઈસમો સામે ગુન્હો નોંધી ધરપક્કડ કરવામાં આવી હતી. જેની પુછપરછ દરમ્યાન બહારના રાજ્યોમાંથી બોગસ હથિયાર લાયસન્સો થકી હથિયાર મેળવનાર ગેંગના કુલ ૪૯ ઈસમોની સંડૉવણી હોવાનું સામે આવ્યું હતું. જે પૈકી ૧૬ ઈસમો (૧) અનિલ ગૌરિશંકર રાવલ (૨) અરજણ વિહા ભરવાડ (૩) ભરત રામા ભરવાડ (૪)દેહુલ રાજુ ભરવાડ (૫) દેહુર બચુ ભોકરવા (૬) જનક બલુ પટેલ (૭) જય શાંતિલાલ પટેલ (૮) જગદિશ રેવા ભુવા (૯) લાખા રઘુ ભરવાડ (૧૦) મનિશ રમેશ રૈયાણી (૧૧) નિતેશ ભાયા મિર (૧૨) રમેશ ભોજા ભરવાડ (૧૩) રિશિ ઉમેશભાઈ દેસાઈ (૧૪) સમિર ભિખુ ગધેથરિયા (૧૫) વિરાજ જોગા ભરવાડ અને (૧૬) વિરમ સોંડા ભરવાડની આજરોજ વહેલી સવારે અટકાયત કરવામાં આવી હતી. આ અટક કરેલાક ઈસમો પૈકી કેટલાક અગાઉ પણ ગુનાહિત પ્રવૃતિમાં સામેલ હતા. આ તમામ આરોપી પાસેથી ૧૬ લોકો પાસેથી ૦૮ રિવોલ્વર તથા તેના ૩૧૦ રાઉન્ડસ, ૦૨ પિસ્તોલ તથા તેના ૮૮ રાઉન્ડસ અને 5 બારબોર ગન તથા તેના ૯૧ રાઉન્ડસ મળી કુલ ૧૫ હથિયાર સાથે ૪૮૯ રાઉન્ડ્સ રિકવર કરી જપ્ત કરવામાં આવ્યાં છે.
હાલ સુધી બહારના રાજ્યોમાંથી બોગસ હથિયાર લાયસન્સો થકી હથિયાર મેળવનાર કુલ ૨૩ ઈસમોની અટકાયત કરવામાં આવેલ છે. આ ઉપરાંત કુલ ૧૦૮ ઈસમોએ પણ શંકાસ્પદ રીતે હથિયાર મેળવેલ હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં ઘણાં હથિયારોની રીકવરી થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. જેનાં આધારે ગુજરાત એ.ટી.એસ. દ્વારા આ ગુન્હાહિત પ્રવૃત્તિમાં સામેલ ઈસમો અંગે સઘન તપાસ કરવામાં આવી રહી છે.






