Gujarat ATS Pak. Activity: ગુજરાત ATS ને મોટી સફળતા મળી છે. સુરક્ષા એજન્સીઓ સામે પડકારરૂપ બની રહેલા જાસૂસી નેટવર્કનો ATS એ પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી હેઠળ એક મહિલા અને એક પુરુષની ધરપકડ કરવામાં આવી છે, જે પાકિસ્તાની એજન્ટ માટે કામ કરતા હતા અને દેશમાં ગુપ્ત માહિતી એકત્રિત કરી મોકલતા હતા.
માહિતી મુજબ, દાદરા અને નગર હવેલીમાં રહેતી મહિલા રશ્મિન રવિન્દ્ર પાલ અને નોવેમ, ગોવાના સુરેન્દ્ર સિંહના પુત્ર અજય કુમાર સિંહની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપી પાકિસ્તાનના સંપર્કમાં હતાં અને સંવેદનશીલ વિસ્તારની જાસૂસી કરી માહિતી પહોંચાડતાં હતાં. હાલ ATSએ બંનેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. 
આ રેકેટ કેટલો વ્યાપક છે અને તેમાં અન્ય કોણ-કોણ સામેલ છે તે અંગેની ATS ની પૂછપરછ હાલ ચાલી રહી છે. બંને આરોપીઓના મોબાઈલ, ઇલેક્ટ્રોનિક સાધનો અને સંદેશાવ્યવહારના માધ્યમોની તપાસ દ્વારા પાકિસ્તાન સાથે સીધી લિંક્સ મળે તેવી શક્યતા છે. ATS દ્વારા વધુ પૂછપરછ બાદ વધુ ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.






