Home Gujarat Gujarat Ats Busts International Racket Sending Drugs To Thailand Malaysia Via Air Cargo

DySP હર્ષ ઉપાધ્યાયને બાતમી મળી અને ઓપરેશન શરૂ થયું : એર કાર્ગો મારફતે થાઈલેન્ડ-મલેશિયામાં ડ્રગ્સ મોકલવાના નેટવર્કનો પર્દાફાશ

DySP હર્ષ ઉપાધ્યાયને બાતમી મળી અને ઓપરેશન શરૂ થયું
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 07, 2026, 01:16 PM IST

અમદાવાદમાં Gujarat Anti-Terrorism Squad (ATS) એ આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ કરીને એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. આ રેકેટ દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં પ્રતિબંધિત એનાલજેસિક ડ્રગ Etomidate ને ખોટા લેબલ અને દસ્તાવેજો દ્વારા એર કાર્ગો મારફતે મોકલતું હતું.

બાતમી પરથી ATS ની કાર્યવાહી

ATSના DySP હર્ષ ઉપાધ્યાયને ખાનગી બાતમી મળી હતી કે કેટલાક લોકો ખોટા બિલ અને કસ્ટમ્સ ક્લિયરન્સ દસ્તાવેજો બનાવી ડ્રગ્સ વિદેશ મોકલી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ATS ટીમે તપાસ શરૂ કરી હતી.

ત્રણ મુખ્ય આરોપીઓ સામે ખુલાસો

તપાસમાં ત્રણ આરોપીઓના નામ સામે આવ્યા છે:નિકુંજભાઈ હરેશભાઈ ગઢીયા – DWN Bioscience, Neutral Pharma અને Om Herbs મારફતે કામગીરી, ચેતન કનુભાઈ વાવડીયા – Rudra Enterprise મારફતે એક્સપોર્ટ અને ભૌતિક દામજીભાઈ પદમણી – Jani Pharma મારફતે હેરાફેરીનું કામ સાંભળતા હતા. આ લોકો મલેશિયન ડ્રગ કાર્ટેલના સભ્ય Mr. Chua Zhi Xuan સાથે જોડાયેલા હોવાનું પણ સામે આવ્યું છે.

ખોટા લેબલ અને મિસ-ડિક્લેરેશનનો ઉપયોગ

આરોપીઓ ડ્રગ્સને Aloe Vera powder, Carbomor powder અથવા અન્ય પ્રોડક્ટ તરીકે મિસલેબલિંગ કરીને મોકલતા હતા. આ પાર્સલ Mumbai Airport પરથી એર કાર્ગો દ્વારા Malaysia અને Thailand મોકલવામાં આવતા હતા.

ATS દ્વારા કસ્ટમ્સ વિભાગને જાણ કર્યા બાદ કુરિયર પાર્સલ હોલ્ડ કરાવવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટમાં તેમાં Etomidate પાવડર હોવાનું સાબિત થયું.

મોટા પાયે ડ્રગ્સ એક્સપોર્ટનો ખુલાસો

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, નિકુંજ ગઢીયાએ આશરે 50 કિલો Etomidate એલોયવેરા પાવડર તરીકે મલેશિયામાં મોકલ્યું હતું, ચેતન વાવડીયાએ 50 કિલો જેટલું ડ્રગ Ginopol-24 powder તરીકે એક્સપોર્ટ કર્યું અને ભૌતિક પદમણીએ 25 કિલો જેટલું ડ્રગ મિસલેબલિંગ કરીને વિદેશ મોકલ્યું હતું. આ ડ્રગ્સનો આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે 4000 થી 5000 USD પ્રતિ કિલો ભાવ હોવાનું સામે આવ્યું છે.

ATS એ કેસ નોંધ્યો, તપાસ ચાલુ

આ મામલે ATS પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને એક આરોપી નિકુંજ ગઢીયાની અટકાયત કરવામાં આવી છે. અન્ય આરોપીઓ તથા આ આંતરરાષ્ટ્રીય નેટવર્ક સાથે જોડાયેલા લોકોની શોધખોળ માટે તપાસ ચાલુ છે. ATS અને પોલીસ એજન્સીઓ માને છે કે આ કેસમાં આગળ વધુ મોટા ખુલાસા થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now