ભારતની સેના એક તરફ દેશની સરહદ પર અને દેશની સરહદ ઓળંગીને "ઓપરેશન સિંદુર" અંતર્ગત દેશના દુશ્મન આતંકવાદીઓ અને તેઓના આકા પાકિસ્તાન પર આક્રમણ કરી રહી હતી તો આ તરફ ગુજરાત ATS દેશમાં રહીને દુશ્મનોના ઇશારાઓ પર દેશની મહત્વની વેબસાઇટ્સ પર એટેક કરી રહેલા "સાયબર આતંકવાદીઓ"ને નાથવા માટે એક ખાસ ઓપરેશન પાર પાડી રહી હતી, અત્યંત ગુપ્ત રીતે હાથ ધરાયેલ આ ઓપરેશનમાં ગુજરાત એટીએસ દ્વારા એક કિશોર સહિત બે આરોપીઓને ઝડપી પાડવામાં મહત્વપૂર્ણ સફળતા મળી છે .. આ બંનેના મોબાઈલ માંથી તેઓના આકાઓ અને ત્યાર સુધીના કારતૂતો અંગે મહત્વપૂર્ણ પુરાવાઓ હાથ લાગવાની સંભાવના છે.
"ઓપરેશન સિંધુર" દરમ્યાન ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા હાથ ધરવામાં આવેલ એક ખાસ ઓપરેશન દરમિયાન નડિયાદના રહેવાસી જસીમ નામના વ્યક્તિ સામે દેશવિરોધી સાઇબર પ્રવૃત્તિઓમાં સંડોવણી હોવાનું ગંભીર રીતે સામે આવ્યું છે. ટેકનિકલ સેલ દ્વારા મળેલી ગુપ્ત માહિતીના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી અને તેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.
ટેકનિકલ સેલની સતર્કતા અને સજ્જતા ને લીધે થયો પર્દાફાશ
ATSના ટેકનિકલ સેલને એક ઇનપુટ મળ્યો હતો કે નડિયાદનો જસીમ અને તેના સાથે સંકળાયેલા કેટલાક વ્યક્તિઓ છેલ્લા 6થી 8 મહિનાથી દેશવિરોધી સાઇબર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે. તે તપાસને પગલે ખાસ ટીમ બનાવી ગુપ્ત તપાસ હાથ ધરવામાં આવી હતી.
વિશિષ્ટ સાઇબર હુમલાઓ: સરકારી વેબસાઇટ્સ હેક કરવાનો ષડ્યંત્ર
આરોપીઓએ DDOS (Distributed Denial of Service) અટેક માટે અગાઉથી અભ્યાસ કર્યો હતો અને તેઓએ પોતાનાં જ પ્રયાસોથી ઓનલાઈન સાઇબર હેકિંગ શીખ્યું હતું. એપ્રિલ મહિનામાં આરોપીઓએ કુલ 50થી વધુ ભારતીય વેબસાઈટ્સને ટાર્ગેટ કરી અને તેમને હેક કરીને ડાઉન કરી દીધી હતી.
આ વેબસાઈટ્સમાં ડિફેન્સ, ફાઇનાન્સ, અર્બન ડેવલોપમેન્ટ સહિતના મહત્વના સરકારી વિભાગોની વેબસાઈટોનો સમાવેશ થતો હતો. એટલું જ નહીં, આરોપીઓએ વેબસાઈટ હેક કર્યા બાદ તેમાં ભારત વિરોધી સામગ્રી મૂકી હતી.
ફંડિંગ નથી મળ્યું, પણ ઈરાદા ખતરનાક
પ્રાથમિક તપાસમાં આરોપીઓના બેંક એકાઉન્ટમાં કોઈ વિદેશી કે શંકાસ્પદ ફંડિંગનો પુરાવો નથી મળ્યો. આરોપીઓએ આ હુમલાઓ માટે કોઈ રૂપિયા માંગ્યા હતા કે ધમકી આપી હતી તેવી વિગતો હાલ સુધી સામે આવી નથી. તેમ છતાં તેમના ઇરાદાઓ સંદિગ્ધ અને દેશવિરોધી માનવામાં આવી રહ્યા છે.
મોબાઈલ FSLમાં મોકલાયા, રિમાન્ડ દરમિયાન વધશે ખુલાસાઓ
આરોપીઓ પાસેથી જપ્ત કરાયેલા મોબાઈલ ફોન અને ડિજિટલ ડિવાઇસીસ ફોરેન્સિક લેબોરેટરી (FSL)માં મોકલવામાં આવ્યા છે. તેમનો રિપોર્ટ મળ્યા બાદ વધુ મહત્વપૂર્ણ માહિતી બહાર આવી શકે છે. આરોપી સામે IT એક્ટની કલમ 43 અને 66(f) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આગામી દિવસોમાં વધુ ધરપકડ થઈ શકે
ATSના સૂત્રો અનુસાર, આરોપીઓએ કેવળ એપ્રિલ જ નહીં પરંતુ મે મહિનામાં પણ ભારતીય વેબસાઈટ્સ સામે વધુ સાઇબર એટેક કર્યા હોવાની શક્યતા છે. તપાસના દાયરા વિસ્તરાવાયા છે અને વધુ લોકો સંડોવાયેલા હોવાનું અનુમાન છે.
અગત્યની માહિતી (Pointers):
ઘટના સમયે: એપ્રિલ 2025થી મે 2025 વચ્ચે
સંસ્થાનું નામ: Gujarat ATS (Anti-Terrorism Squad)
મુખ્ય આરોપી:
નામ: જસીમ શાહનવાઝ અંસારી
ઉંમર: 18 વર્ષ
રહેવાનું: મજૂરગામ, મીલ રોડ, નડીયાદ
સહ-આરોપીઓ: અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો
ટેલિગ્રામ ગ્રુપ અને ID:
મુખ્ય ચેનલ: Anonsec (પહેલાં: EXPLOITXSEC, ELITEXPLOIT)
હેન્ડલ્સ: @BYTEXPLOIT, @YourMindFvcker
હુમલાની પદ્ધતિ:
DDOS (Distributed Denial of Service) એટેક
GitHub પરથી DDOS ટૂલ્સ ડાઉનલોડ કરીને Termux અને Pydroid3માં ઉપયોગ
શીખેલી ટેકનોલોજી:
Python Language
Termux Tool
Pydroid App
GitHub Repository Cloning
ટારગેટ થયેલી વેબસાઈટ્સ:
ભારત સરકાર તથા રાજ્ય સરકારોની >50 વેબસાઈટ્સ
ખાસ કરીને: ડિફેન્સ, ફાઇનાન્સ, એવિએશન, શહેરી વિકાસ વિભાગ
ઉશ્કેરણીજનક સંદેશાઓ:
“Hi India, we just took down your shield and servers.”
“India may have started it, but we will be the ones to finish it.”
“Several Government sites of India has been touch by AnonSec..!”
મોનિટરિંગ એજન્સી:
ATS Gujarat Social Media Monitoring Cell
24x7 ટેકનિકલ અને હ્યુમન રિસોર્સથી મોનિટરિંગ
સાબિતી:
સ્ક્રીનશોટ્સ
CheckHost.net પરથી વેબસાઈટ સ્ટેટસ ચકાસણી
FSL ગાંધીનગરનો ટેકનિકલ રિપોર્ટ






