Home Gujarat Gujarat Ats Arrests 2 Including Abangladeshi

બાંગ્લાદેશીઓને ભારતના દસ્તાવેજો બનાવી આપવાનું કૌભાંડ! : ગુજરાત ATSએ બાંગ્લાદેશી સહિત 2ની કરી ધરપકડ!

બાંગ્લાદેશીઓને ભારતના દસ્તાવેજો બનાવી આપવાનું કૌભાંડ!
Published by: OBS Bureau
Last Updated: May 14, 2025, 04:40 PM IST



દેશમાં રહેતા ગેરકાયદેસર ઘુસણખોરો અને તેમને મદદગાર શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સરકારે નિર્દેશ આપેલ હતો. જે અન્વયે ગુજરાત એ.ટી.એસ.ના અધિકારીઓને સર્વેલન્સ રાખવા ઉચ્ચ સ્તરેથી સુચના આપવામાં આવેલ હતી. જે દરમ્યાન ATSને બાતમી મળેલી કે, રાણા સરકાર ઉર્ફે મોહમંદ દિદારૂલ આલમ (રહે. ૫૫, બાગે કૌસર, કેનાલ રોડ, નારોલ,) નામનો બાંગ્લાદેશી તેના મકાનની નીચે વીઆઇપી મોબાઇલ એન્ડ મની ટ્રાન્સફર નામની દુકાન ચલાવે છે. તેણે પોતાના ખોટા આઇ.ડી. પ્રુફ બનાવી ભારતીય પાસપોર્ટ કઢાવેલ છે. તેમજ રાણા સરકારે તથા રોબ્યુલ ઇસ્લામ નામના ત્રીજા આરોપીએ નારોલ મણીયાર પેટ્રોલ પંપ સામે આવેલ અલ કુરૈશ એન્ટરપ્રાઇઝના સંચાલક સોએબ કુરેશી સાથે મળી કેટલાક બાંગ્લાદેશીઓના તથા અન્ય શખ્સોના આધારકાર્ડ, પાનકાર્ડ, ઇલેકશન કાર્ડ સહિતના દસ્તાવેજો ખોટી રીતે બનાવી આપ્યા છે.


આ માહિતી આધારે ATSની ટીમે રાણા સરકારની અમદાવાદના નારોલમાં આવેલ વી.આઇ.પી. મોબાઇલ એન્ડ મની ટ્રાન્સફર નામની દુકાનમાં દરોડો પાડી સર્ચ કરતાં તેની દુકાનમાંથી આધારકાર્ડ, પાનકાર્ડ, ચુંટણીકાર્ડ વિગેરે મળી આવેલ. જેમાં રાણા સરકારનું આધાર કાર્ડ, પાનકાર્ડ, ચુંટણી કાર્ડ, બાંગ્લાદેશી પાસપોર્ટ, શ્રમ કાર્ડ તથા બેંક ઓફ બરોડાની પાસબુક સહિતના દસ્તાવેજોનો સમાવેશ થાય છે. રાણા સરકારે રોબ્યુલ ઇસ્લામ નામના શખ્સ દ્વારા લાવવામાં લાવેલ ૧૩ થી ૧૪ જેટલા બાંગ્લાદેશી માણસોના બોગસ આઇ.ડી. પ્રૂફ સોએબ મોહમદ પાસે બનાવડાવી તેઓના પાસપોર્ટ બનાવવા ઓનલાઇન અરજીઓ કરાવી પાસપોર્ટ બનાવડાવેલ હોવાનો ઘટસ્ફોટ વધુ તપાસમાં થયો છે.


બાંગલાદેશીઓને નકલી દસ્તાવેજો મામલે ATS એક્શનમાં
નારોલ સહિત વિવિધ સ્થળોએ ATSના દરોડા
એક દુકાનમાંથી મળ્યા 22 ભારતીય નકલી પાસપોર્ટ
કમ્પ્યુટરમાંથી મળ્યા 300થી વધુ નકલી આધાર કાર્ડ
300થી વધુ નકલી પાન કાર્ડ મળ્યા મળ્યા
300થી વધુ નકલી જન્મના પ્રમાણ પત્ર મળ્યા
20 ઘુસણખોરોના બનાવ્યા હતા નકલી પાસપોર્ટ
દિદારૂલ ઉર્ફે રાણા સરકાર નામના બાંગ્લાદેશીની ધરપકડ
શોએબ મોહમ્મદ કુરેશીની પણ ધરપકડ
9 ઘુસણખોરો નકલી પાસપોર્ટથી વિદેશ જતા રહ્યાં
મનપા કોર્પોરેટરના દાખલાઓનો કરતા હતા ઉપયોગ
AMCના કોર્પોરેટરો ના લેટરપેડનો ઉપયોગ
AMCના કેટલાક કોર્પોરેટરો શંકાના દાયરામાં





દુકાનમાંથી ૩૦૦થી વધારે નકલી સર્ટીફિકેટ મળ્યા

સોએબ કુરેશીના અલ કુરૈશ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં તપાસ કરતા તેની દુકાનમાંથી ખોટા આધારકાર્ડ બનાવવા માટેના નકલી સર્ટીફિકેટની કુલ ૨૨ નકલો મળી આવેલ છે.ઉપરાંત કમ્પ્યુટર તથા લેપટોપ માંથી ખોટા આધારકાર્ડ બનાવવા માટેના નકલી સર્ટીની ૩૦૦થી વધારે નકલો, પાનકાર્ડની બનાવટી નકલો, જન્મના દાખલાની બનાવટી નકલો સહિત વિવિધ ડોક્યુમેન્ટ્સ મળી આવેલ છે. જેનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃતિઓમાં થતો હોવાની ATS ને પ્રબળ આશંકા છે . ATSની વધુ તપાસમાં ખૂલ્યું છે કે, સોએબ કુરેશીએ રોબ્યુલ ઇસ્લામ અને રાણા સરકાર સાથે મળીને ૧૭ બાગ્લાદેશીના બોગસ ડોક્યુમેન્ટ આધારે પાસપોર્ટ કઢાવી આપેલ હતા. તેમજ બીજા 9 બાગ્લાદેશીઓના પાસપોર્ટ માટે અરજીઓ કરેલ હતી.




કેવી રીતે કરી હતી ઘૂસણખોરી
મોહમંદ દિદારૂલ આલમ ઉર્ફે રાણા સરકાર મુળ બાંગ્લાદેશના ઉત્તર ગોવિંદપુર જિલ્લાના કિશોરગંજના નિવાસી છે. જે વર્ષ ૨૦૧૨માં ખેતરના માર્ગે ગેરકાયદેસર બોર્ડર ક્રોસ કરીને ભારતના દિનહાટામાં આવેલ. જ્યાથી તે શિલીગુડી-હાવડા-તમિલનાડુ-બેંગલોર-મુંબઈ થઈ ૨૦૧૫માં અમદાવાદ આવેલ. જ્યા તેણે ૨૦૧૭માં પાસપોર્ટ બનાવ્યો હતો. અને ઉપરોક્ત સરનામે દુકાન ભાડે લઈ ૨૦૧૮માં આધારકાર્ડ, પાનકાર્ડ, ચુંટણીકાર્ડ બનાવવાનું કામ ચાલુ કરેલ હતું. અન્ય આરોપી સોએબ મોહમદ કુરેશી મુળ રાજસ્થાનના નવલગઢનો નિવાસી છે. તે વર્ષ ૨૦૧૫થી આધારકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ વગેરેની ઓનલાઈન અરજીઓ માટે અલ કુરૈશ એન્ટરપ્રાઇઝ નામની દુકાન ચલાવતો હતો.



બનાવટી ડોક્યુમેન્ટ્સના આધારે આરોપીઓ દ્વારા બનાવવામાં આવતા પાસપોર્ટ માત્ર છેતરપિંડી નહિ પરંતુ તેનાથી વિશેષ તે આતંકવાદ, જાસુસી, દાણચોરી, ગેરકાયદેસર ઈમિગ્રેશન તથા અન્ય જોખમોમાં વધારો કરી શકે છે તેવી ગુજરાત ATSને આશંકા છે. જે ભારતની રાષ્ટ્રિય સુરક્ષા, સાર્વભૌમત્વ અને દેશના નાગરિકોની જાહેર સલામતી પર સીધી અસર કરે છે.



ઝડપાયેલા આરોપીઑ
(૧) મોહમંદ દિદારૂલ આલમ ઉર્ફે રાણા સરકાર મો.અબ્દુલ રહીમ શેખ રહે.(૫૫, બાગે કૌસર, કેનાલ રોડ) નારોલ અમદાવાદ
(૨) સોએબ મોહમદ અબ્દુલ હમીદ ઉમરદિન કુરેશી ઉ.વ.૩૩ રહે.(૧૦૬, ન્યુ ઇન્દીરાનગર, બોમ્બે હોટલની પાછળ) નારોલ અમદાવાદ

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now