Home Gujarat Gujarat Alert Over Air Strike On Pakistan Police Officers And Employees Cancelled

ભારતની એરસ્ટ્રાઈક બાદ ગુજરાતમાં એલર્ટ : તમામ પોલીસ અધિકારી-કર્મચારીઓની રજાઓ રદ

ભારતની એરસ્ટ્રાઈક બાદ ગુજરાતમાં એલર્ટ
Published by: OBS Bureau
Last Updated: May 07, 2025, 05:47 PM IST

પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરી છે. જેને પગલે ગુજરાત એલર્ટ મોડ પર આવી ગયું છે. જેને પગલે આજે રાજ્યના 18 જિલ્લાઓમાં મોકડ્રિલ યોજાઈ હતી. ભારત અને પાકિસ્તાન સાથે તણાવ વધવાના કારણે ગુજરાત પોલીસના તમામ અધિકારી-કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે.

પોલીસ વિભાગના પરિપત્ર મુજબ, શહેર-જિલ્લા ખાતે ફરજ બજાવતા અધિકારીઓઓને મંજૂર થયેલી રજાઓ આકસ્મિત સંજોગોને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. આમ સબંધિત અધિકારીઓને રજા પરથી તાત્કાલિક ફરજ પર હાજર થયા બાદ પોલીસ વિભાગમાં જાણ કરવા જણાવામાં આવ્યું છે.


નોંધનીય છે કે, રાજ્યના તમામ પોલીસકર્મીઓની રજા તાત્કાલિક અસરથી રદ્દ કરવામાં આવી છે. આ મહત્વનો નિર્ણય DGP ઓફિસ દ્વારા લેવામાં આવ્યો છે. આ અંગે DGP ઓફિસ દ્વારા આદેશ પણ બહાર પાડવામાં આવ્યો છે. આ સાથે જ રજા પર ગયેલા પોલીસ કર્મીઓને પણ તાત્કાલિક હાજર થવા માટે આદેશ કરવામાં આવ્યો છે. ઓપરેશન સિંદૂર બાદની સ્થિતિને લઈને DGP ઓફિસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now