Home Gujarat Gujarat Ahmedabad News Fire Brigade Vehicles Rushed To The Spot After A Fire Broke Out In A High Rise Building In Khokhara 18 People Were Rescued Offbeatstories

ખોખરાનાં એપાર્ટમેન્ટમાં લાગી આગ, સર્જાયો ગભરાટનો માહોલ : માતાએ એક પછી એક બાળકોને જીવનાં જોખમે નીચે ઉતાર્યાં

ખોખરાનાં એપાર્ટમેન્ટમાં લાગી આગ, સર્જાયો ગભરાટનો માહોલ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Apr 11, 2025, 02:55 PM IST

અમદાવાદનાં ખોખરામાં આવેલ એક એપાર્ટમેન્ટમાં અચાનક આગ લાગતા ભારે ગભરાટનો માહોલ સર્જાયો હતો.આગે વિકરાળ રૂપ ધારણ કરતાં લોકોને જીવ બચાવવા માટે બાલ્કનીમાંથી કુદકા મારવાની ફરજ પડી હતી.આગથી બચવા માટે લોકોના મરણિયા પ્રયાસોના કેદ થયેલા મોબાઈલ દ્રશ્યોમાં એક માતા પોતાના બાળકનો જીવ બચાવવા બાળકને દડાની માફક ફેંકતી જોવા મળી હતી.

અમદાવાદનાં ખોખરમાં આવેલ પરિષ્કાર-1નાં સી-બ્લોકમાં સાંજે અચાનક જ આગ લાગવાની ઘટનાં બનવા પામી હતી. જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતાં આગની જવાળાઓ અને ધુમાડાના ગોટેગોટા વચ્ચે ભારે ગભરાટનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડ ની ટીમ પહોંચે તે પૂર્વેજ આગની જવાળાઓ વચ્ચે સ્થાનિક લોકોએ રેસ્ક્યુની કામગીરી શરૂ કરી દઈ બાળકો અને મહિલાઓને સલામત બહાર કાઢવા માટેના ઉમદા પ્રયાસ કર્યા હતા. આગની ઘટના અને તે વચ્ચે શરૂ થયેલ રેસ્ક્યૂના સામે આવેલ મોબાઈલ વિડીયોમાં લોકો આગ રૂપી મોત સામે બાથ ભીડતા નજરે પડ્યા. બાલ્કનીમાંથી કૂદી ને લોકો જીવ બચાવવા માટે મજબૂર બન્યા હતા,અનેક હિંમતવાન લોકોએ ફસાયેલા લોકોના જીવ બચાવ્યાં હોવાનાં દ્રશ્યો પણ સામે આવ્યાં છે. બાલ્કનીમાંથી મહિલાએ પોતાનાં બાળકોને નીચે ફેંક્યા તો બીજી તરફ મહિલા પોતે પણ જીવ બચાવવા માટે બાલ્કનીમાંથી જીવના જોખમે કૂદવા મજબૂર બની હતી.


અગ્નિગ્રસ્ત એપાર્ટમેન્ટમાંથી 18 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આગના બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો ફાયર ફાયટરની પાંચ ગાડીઓ સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને પાણી નો મારો ચલાવ્યો હતો ,ફાયર બ્રિગેડના લાશ્કરોએ ભારે જહેમત પૂર્વક આગને કાબુમાં લીધી હતી. એપાર્ટમેન્ટમાં ફસાયેલ એક વ્યક્તિનું ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now