ગુજરાતમાં ગૃહ વિભાગે મોટાપાયે IPS અધિકારીઓને બદલીના આદેશ કર્યા છે. એકસાથે 105 જેટલા IPS/SPS અધિકારીઓને બઢતી અને બદલી કરવામાં આવી છે. રાજ્યના IPS માળખામાં ઘરખમ ફેરફાર થયો છે. 105 IPS અને SPS અધિકારીઓની બદલી-બઢતીના સાથે આદેશ કરવામાં આવ્યા છે.
ગૃહ વિભાગમાં ધરખમ ફેરફાર!
લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે IPS અધિકારીઓની બદલીની યાદી આખરે ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે, રાજ્યના મોટાભાગના જિલ્લા પોલીસ વડાઓની બદલી કરી દેવામાં આવી છે,સાથે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવા મેટ્રો શહેરોમાં DCP તરીકે ફરજ બજાવતા અધિકારીઓની પણ બદલીઓ કરવામાં આવી છે. બદલીની યાદી અને નિમણુકની જગ્યાઓ જોતા લાગી રહ્યું છે કે, સરકાર અને ગૃહ વિભાગ દ્વારા લાંબા મનોમંથન બાદ ગંભીરતા પૂર્વક નિમણુકો કરી છે. જે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થતિને વધુ સુદ્રઢ બનાવવાના પ્રયાસ તરીકે જોઈ શકાય છે. એક સાથે મોટા ભાગના જિલ્લાઓના પોલીસ વડાઓને બદલી કાઢવામાં આવ્યા હોય તેવું રાજ્યમાં લાંબા સમય પછી બન્યું છે.
સફીન હસન બન્યા મહીસાગર પોલીસ વડા
રાજ્યના અનેક જિલ્લાઓના પોલીસ વડાઓ બદલાયા છે, વલસાડ, રાજકોટ ગ્રામ્ય, અમરેલી, વડોદરા ગ્રામ્યના પોલીસ વડાઓની બદલી કરવામાં આવી છે, સાથો સાથ CM સિક્યુરીટીના SP ચિંતન તેરય્યાની બોટાદ જિલ્લા પોલીસ વડા તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાને SMCમાં SP તરીકે બદલી કરવામાં આવી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસના DCP સફીન હસનની મહીસાગર જિલ્લા પોલીસ વડા તરીકે બદલી કરવામાં આવી છે. IPS મનીષ સિંઘની એમ.ટી વિભાગમાંથી SRPF ગ્રુપ 16ના કમાન્ડન્ટ તરીકે ભચાઉ-કચ્છ ખાતે બદલી કરવામાં આવી છે.
DIG બનેલા 10 અધિકારીઓને હજુ નિમણુક માટે રાહ જોવી પડશે
રાજ્ય સરકાર દ્વારા થોડા સમય પૂર્વે સિનિયર એસ.પી કક્ષાના અધિકારીઓને DIG તરીકે બઢતી આપી તેઓના હાલની ફરજની જગ્યાઓ ઉપર યથાવત રાખ્યા હતા. આ વાત અધિકારીઓને હજુ પણ તેઓની નિમણુકની નવી જગ્યાઓ માટે રાહ જોવી પડશે. રાજ્ય સરકાર દ્વારા એસ.પી કક્ષાના 105 અધિકારીઓની બદલીની યાદી જાહેર કરી છે. જેમાં કેટલાક DIG તરીકે બઢતી પામેલા અધિકારીનો પણ સમાવેશ થાય છે. સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર, મહેસાણા પોલીસ વડા તરૂણ દુગ્ગલનો સમાવેશ થાય છે, 2011ની બેચના IPS જેઓ DIG તરીકે બઢતી પામી શક્યા છે. તેઓની ક્યારે નિમણુક કરવામાં આવશે તે અંગની કોઈ જાહેરાત કરવામા આવી નથી. જેમાં CID ક્રાઈમમાં ફરજ બજાવતા ચેતન્ય માંડલીક, વડોદરા પશ્ચીમ રેલવે વડા સરોજ કુમારી, SRP-9ના કમાન્ડન્ટ આર પી ચુડાસમા, સુરત ઝોન-5ના આર પી બારોટ, સુરેન્દ્રનગર પોલીસ વડા ગરીશ પંડ્યા, મરિન ટ્રાસ્ક ફોર્સમાં ફરજ બજાવતા આર ટી સુસરા, SRP ગ્રૂપ-13ના કમાન્ડન્ટ સુધા પાંડે, રાજ્ય પોલીસ એકેડેમી કરાઈના વાઈસ પ્રિન્સિપાલ સુજાતા મજમુદારનો સમાવેશ થાય છે.
આખરે મનોજ અગ્રવાલ સાઈડ પોસ્ટિંગમાંથી બહાર આવ્યા!
રાજકોટમાંથી વિવાદો વચ્ચે બદલી પામેલા મનોજ અગ્રવાલની સિવિલ ડિફેન્સના વડા તરીકે બદલી કરવામાં આવી હતી. આજે જારી કરવામાં આવેલા સિંગલ ઓર્ડરમાં સિવિલ ડિફેન્સમાંથી CID ક્રાઈમના ADG તરીકે મનોજ અગ્રવાલને નિમણુક આપવામાં આવી છે. રાજકુમાર પાંડ્યનની CID ક્રાઈમમાંથી લો અન્ડ ઓર્ડરમાં બદલી થયા બાદ લાંબા સમયથી આ જગ્યા ખાલી હતી.
કોની ક્યાં બદલી થઈ?
અધિકારીનું નામ બદલીની જગ્યા
અને હાલની જગ્યા
ડો. કરનરાજ વાઘેલા DCP ઈકો સેલ સુરત
(વલસાડ જિલ્લા પોલીસ વડા)
વી આર પરમાર SRPF ગ્રૂપ-15
(DCP ઝોન-1 રાજકોટ)
રાહુલ ત્રિપાઠી DCP SOG અમદાવાદ
(મોરબી જિલ્લા પોલીસ વડા)
હિમકરસિંઘ DCP ઈકો સેલ અમદાવાદ
(રાજકોટ જિલ્લા પોલીસ વડા)
રોહન આનંદ ઈકો સેલ CID ક્રાઈમ, ગાંધીનગર
(વડોદરા જિલ્લા પોલીસ વડા)
યશપાલ જગાણીયા SP વેસ્ટર્ન રેલવે
(ડાંગ જિલ્લા પોલીસ વડા)
મનિષસિંઘ કમાન્ડન્ટ SRPF ગ્રૂપ-16
(SP એમ.ટી)
મયુર ચાવડા SP SMC ગાંધીનગર
(ભરૂચ જિલ્લા પોલીસ વડા)
પાર્થરાજસિંહ ગોહિલ SP સાબરકાંઠા
(DCP ક્રાઈમ રાજકોટ)
ધર્મેન્દ્ર શર્મા નિમણુક બાકી
(SP CID ક્રાઈમ સ્ટેટ સાયબર સેલ)
ડો. રવિ મોહન સૈની SP જામનગર
(DCP ઝોન-6 અમદાવાદ)
મયુર પાટીલ નિમણુક બાકી
(SP IB)
અક્ષરાજ મકવાણા SP ભરૂચ
(SP બનાસકાંઠા)
પ્રશાંત સુબે SP બનાસકાંઠા
(SP નર્મદા)
શૈફાલી બરવાલ DCP ઝોન-7 સુરત
(SP અરવલ્લી)
પ્રેમસુખ ડેલું SP સુરેન્દ્રનગર
(SP જામનગર)
અનુપમ DCP ટ્રાફિક સુરત
(નિમણુકની રાહમાં)
ડી આર પટેલ DCP ટ્રાફિક અમદાવાદ
(કમાન્ડન્ટ મેટ્રો સિક્યુરિટી)
નિતિશ પાંડે SP ભાવનગર
(SP દેવભૂમિ દ્વારકા)
અભય સોની SP વેસ્ટન રેલવે વડોદરા
(DCP ઝોન-2 વડોદરા)
સુશિલ અગ્રવાલ SP વડોદરા
(SP નવસારી)
મનોહરસિંહ જાડેજા SP અરવલ્લી
(SP ગીર સોમનાથ)
તેજસ પટેલ SP-CM સિક્યુરિટી
(કમાન્ડન્ટ SRPF ગ્રૂપ-16)
રાહુલ પટેલ SP નવસારી
(SP વ્યારા)
જયદીપસિંહ જાડેજા SP ગીર સોમનાથ
(SP મહીસાગર)
એન્ડ્રયુ મેકવાન DCP ઝોન-4 વડોદરા
(કમાન્ડન્ટ SRPF ગ્રૂપ-168)
હિમાશુ સોલંકી SP મહેસાણા
(SP પંચમહાલ)
વિજય પટેલ SP ખેડા-નડિયાદ
(SP સાબરકાંઠા)
રાજેશ ગઢીયા SP સુરત ગ્રામ્ય
(SP ખેડા-નડિયાદ)
પન્ના મોમાયા DCP સ્પેશિયલ બ્રાન્ચ અમદાવાદ
(DCP ઝોન-4 વડોદરા)
રવિરાજસિંહ જાડેજા SP દાહોદ
(SP IB)
જુઓ લિસ્ટ, કોની ક્યાં થઈ બદલી-બઢતી





















