જાપાની બુલેટ ટ્રેનને બદલે સ્વદેશી ટેકનોલોજીથી બનેલી સેમી-હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેન દેશના પ્રથમ અત્યંત મહત્વાકાંક્ષી અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ કોરિડોર (બુલેટ ટ્રેન પ્રોજેક્ટ) પર ચલાવવામાં આવશે. આ ભારતીય રેલ્વેની પ્રથમ વંદે ભારત ટ્રેન હશે, જે 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. અગાઉ એવો દાવો કરવામાં આવ્યો હતો કે બુલેટ ટ્રેન મુંબઈ-અમદાવાદ વચ્ચે 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે
આઠ કોચવાળી બે વંદે ભારત ટ્રેન દોડશે
રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ કોરિડોરના સુરત-બાલીમોરા (50 કિમી) સેક્શનનું કામ અંતિમ તબક્કામાં છે અને વંદે ભારતનો ટ્રાયલ રન વર્ષના અંત સુધીમાં શરૂ કરવામાં આવશે. લોકો 2027 સુધીમાં વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી શકશે. અહીં આઠ કોચવાળી બે વંદે ભારત ટ્રેન દોડશે. મહત્તમ ગતિ 280 છે પરંતુ તે 250ની ઝડપે દોડશે.
કારણ શું છે?
જ્યારે અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ કોરિડોર પ્રોજેક્ટ માટે કરાર થયો ત્યારે જાપાને બુલેટ ટ્રેનનો ખર્ચ પ્રતિ કોચ 16 કરોડ રૂપિયા નક્કી કર્યો હતો, પરંતુ ગયા વર્ષે જાપાને તેની કિંમત 3 ગણીથી વધુ વધારી દીધી હતી. સપ્લાય સમયે જાપાને બુલેટ ટ્રેન કોચનો ખર્ચ પ્રતિ કોચ 50 કરોડ રૂપિયા સુધી વધારી દીધો હતો. આમ, 16 કોચવાળી બુલેટ ટ્રેન 800 કરોડ રૂપિયા થઈ ગઈ.
બુલેટ ટ્રેન ક્યાં કઈ ગતિએ દોડે છે?
દુનિયાના ઘણા દેશો ટ્રેનોની ગતિના મામલે ભારતથી ઘણા આગળ છે. જાપાન તેમાં ટોચ પર છે. જાપાન પછી ચીન અને પછી ફ્રાન્સ આવે છે. જાપાનમાં બુલેટ ટ્રેનની ગતિ 603 કિમી પ્રતિ કલાક છે અને ચીનમાં તેની ગતિ 600 કિમી પ્રતિ કલાક છે. ફ્રાન્સ તે બંનેથી ઘણું પાછળ છે. અહીં ટ્રેનની મહત્તમ ગતિ 320 કિમી પ્રતિ કલાક છે. આ ઉપરાંત, દક્ષિણ કોરિયામાં પણ ટ્રેનો 305 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે. તમને જણાવી દઈએ કે ભારતમાં અમદાવાદ-મુંબઈ કોરિડોર પર 320 કિમી પ્રતિ કલાકની ઝડપે બુલેટ ટ્રેન ચલાવવાનો દાવો કરવામાં આવ્યો હતો.
ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીમાં ગરમાયો માહોલ: ભાજપના બે ઉમેદવાર સહિત ત્રણ નામો મેદાનમાં, ઉમેદવારી પ્રક્રિયા તેજ






