Home Gujarat Gsrtc Fare Increase By 10 Percent

આજથી ST બસના ભાડામાં 10 ટકાનો વધારો : જાણો કયા કયા રુટનું બસનું ભાડું કેટલું થયું

આજથી ST બસના ભાડામાં 10 ટકાનો વધારો
Published by: OBS Bureau
Last Updated: Mar 29, 2025, 06:53 AM IST

ગુજરાત સરકાર દ્વારા સંચાલિત એસટી બસના ભાડામાં આજથી ભાડામાં 10 ટકાનો વધારો ઝીંકાયો છે, નવા ભાડાની અમલવારી શરૂ થઈ ગઈ છે. જેનાથી સરકારની આવકમાં પણ વધારો થશે.

1. નવીન ભાડા ઉપરાંત જે-તે સર્વીસોમાં લાગુ પડતા GST, ટોલ ટેક્ષ વિગેરે અન્ય ચાર્જ અલગથી નિયમ મુજબ વસુલવાના રહે છે.

જાણો કયા રુટ પર કેટલું થયુ ભાડુ

અમદાવાદથી સુરત રૂ.194થી વધીને રૂ.213
અમદાવાદથી રાજકોટ રૂ.171થી વધીને રૂ.188
અમદાવાદથી જામનગર રૂ.216થી વધીને રૂ.238
અમદાવાદથી ભાવનગર રૂ.154થી વધીને રૂ.169
અમદાવાદથી દાહોદ રૂ.165થી વધીને રૂ.182
અમદાવાદથી ગોધરા રૂ.121થી વધીને રૂ.133
અમદાવાદથી મહેસાણા રૂ. 95થી વધીને રૂ.105

2. તમામ સર્વિસોમાં બાળક મુસાફર માટેનું ભાડુ પુખ્ત વયના મુસાફર ભાડા કરતાં અડધું ભાડુ વસુલવાનું રહેશે. જો અડધું ભાડુ રૂ. ૧.૦૦ ના ગુણાંકમાં આવતું ન હોય તો તે પછીના રૂ.૧.૦૦ ના ગુણાંકમાં ભાડુ વસુલવાનું રહેશે.
3. નોન-એ.સી.સ્લીપર સર્વિસના બર્થ (સોફા) નું ભાડુ સીટીંગ ભાડા ઉપરાંત રૂ.૯૦/-વસુલવાનું રહેશે.
4. શહેરી પોઈન્ટ સર્વિસો માટે શહેરી સર્વિસોમાં વસુલવામાં આવતા ભાડા ઉપરાંત વધારાના રૂ.૨/- વસુલવાના રહેશે.
5. નવીન ભાડા વધારાનો અમલ તમામ પ્રકારના પાસમાં પણ કરવાનો રહેશે.
6. તમામ ઈ.બી.ટી.એમ.માં નવા ભાડાના દરની વિગતો તાત્કાલિક અસરથી સુધારવાની કાર્યવાહી પૂર્ણ કરાવવાની રહેશે.
7. ભાડા વધારાના અમલીકરણ અગાઉ મુસાફર તરફથી ઓનલાઈન બુકિંગ કરવામાં આવેલ હોય તો નવીન ભાડા મુજબ ટિકિટની તફાવતની રકમ મુસાફરી દરમ્યાન ઈ.બી.ટી.એમ. ટિકિટ થી વસુલવાની રહેશે.
8. રાત્રી મુકામથી પરત આવતી સર્વિસોમાં ત્વરિત અમલીકરણ થાય તે માટે ખાસ તકેદારી રાખવાની રહેશે.
9. વિભાગો હસ્તકના તમામ ગ્રામ્ય સર્વિસોના રૂટોના ભાડા પત્રકો તૈયાર કરીને જે તે આર.ટી.ઓ. સમક્ષ મંજુરી અર્થે તાત્કાલીક રજુ કરવાના રહેશે. આ અંગે આર.ટી.ઓ.ની પ્રાથમિક મંજુરી મેળવી બાદ સદર ભાડા પત્રકનો અમલ સુચના અનુસાર કરવાનો રહેશે. આ બાબતમાં કોઈ મુશ્કેલી જણાતી હોય તો ટેલીફોન ઉપર સંપર્ક સાધી જરૂરી સ્પષ્ટતા મેળવી લેવાની રહેશે.
10. ભાડાવધારાની અસર ચકાસવા માટે દરરોજ ગત વર્ષની તારીખ/તિથી પ્રમાણે આવકનું તુલનાત્મક અવલોકન કરી જેની વિગતો અત્રે દૈનિક પાઠવવાની રહેશે.
11. ભાડા વધારાની અમલવારીમાં કોઈ મુશ્કેલી કે અસામાન્ય પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે માટે સંબંધિત ઓથોરીટીના પરામર્શમાં રહી ઘટતી કાર્યવાહી કરવાની રહેશે.
12. દરેક રૂટ ઉપરના ક્રુને સુધારેલ ભાડાની જાણ સમયસર થઇ જાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
13. ફરજ ઉપરના કંડકટર તથા ડ્રાઈવર દ્વારા મુસાફરો સાથે બિન જરૂરી ઘર્ષણમાં ન ઉતરી સદર ભાડા વધારાની વ્યાજબી સમજણ મુસાફરોને આપવા ક્રુને જરૂરી સુચનાઓ આપવાની રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now