Home Gujarat Grit Strategy Room Launch By Cm Bhupendra Patel Gandhinagar Vikasit Gujarat 2047

મુખ્યમંત્રી દ્વારા GRITના સ્ટ્રેટેજી રૂમનું લોકાર્પણ : “વિકસિત ગુજરાત 2047” માટે નવી દિશા

મુખ્યમંત્રી દ્વારા GRITના સ્ટ્રેટેજી રૂમનું લોકાર્પણ
Published by: OBS Bureau
Last Updated: Dec 08, 2025, 09:14 AM IST

Developed Gujarat 2047: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતે GRIT (ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન)ના નવનિર્મિત સ્ટ્રેટેજી રૂમનું સત્તાવાર લોકાર્પણ કર્યું. રાજ્યને “વિકસિત ગુજરાત–2047” તરફ આગળ ધપાવવા માટે આ સ્ટ્રેટેજી રૂમ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એવું મુખ્યમંત્રીએ નોંધ્યું.
કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ GRIT ખાતે રચાયેલા ડેટા એનાલિસિસ રૂમની મુલાકાત લીધી અને ત્યાં ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ તેમજ ડેટા આધારિત નિર્ણય પ્રણાલીનું અવલોકન કર્યું. રાજ્યના વિકાસ માટે ટેકનોલોજી આધારિત મોનિટરિંગ, પ્લાનિંગ અને પોલિસી ઇમ્પ્લીમેન્ટેશનને વધુ મજબૂત બનાવવા માટે આ રૂમ કાર્ય કરશે.
ગાંધીનગરમાં યોજાયેલી આ મહત્વની બેઠકમાં નાયબ મુખ્યમંત્રી, નાણાં મંત્રી, કૃષિ મંત્રી તેમજ શિક્ષણ મંત્રી પણ ઉપસ્થિત રહ્યા. વિવિધ વિભાગોમાં ચાલી રહેલા વિકાસકાર્યો, તેમના પરિણામો તથા આગામી વર્ષોના લક્ષ્યો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી.
GRIT દ્વારા રાજ્ય સરકારને ડેટા-ડ્રિવન ગવર્નન્સ, લાંબા ગાળાની વ્યૂહરચના, કાર્યક્ષમ અમલીકરણ અને સસ્કારાત્મક પરિવર્તન માટે ટેકનિકલ અને સંસ્થાગત સપોર્ટ આપવામાં આવે છે. નવા સ્ટ્રેટેજી રૂમના આરંભ સાથે GRITની કામગીરીમાં વધુ ગતિ આવશે અને વિવિધ ક્ષેત્રોના વિકાસને ઝડપથી અને વધુ અસરકારક રીતે આગળ ધપાવી શકાશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ગુજરાતી vs બંગાળી
વડોદરામાં કાળઝાળ ગરમીનો પ્રકોપ!
1 એપ્રિલથી હાઈવે પર મુસાફરી થશે મોંઘી
Gandhinagar માં નર્મદા કેનાલ બની 'કાળમુખી'
Anand Umreth By-election