Home Gujarat Green Gandhinagar Special Seminar For Dust Management At Construction Sites

ગ્રીન ગાંધીનગર; બાંધકામ સ્થળોએ ડસ્ટ મેનેજમેન્ટ માટે ખાસ સેમિનાર! : SOP ના પાલનથી પ્રદૂષણ મુક્ત અને સ્વચ્છ શહેરનો સંકલ્પ

ગ્રીન ગાંધીનગર; બાંધકામ સ્થળોએ ડસ્ટ મેનેજમેન્ટ માટે ખાસ સેમિનાર!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 21, 2025, 09:13 AM IST

Dust Management: 'ગ્રીન સિટી' ગાંધીનગરના પર્યાવરણની જાળવણી કરવા અને શહેરને સતત પ્રદૂષણ મુક્ત રાખવાના ઉદ્દેશ્ય સાથે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ બાંધકામ સ્થળોએ ‘ડસ્ટ મેનેજમેન્ટ’ (ધૂળના રજકણોનું નિયંત્રણ) અંગે સરકારની એસ.ઓ.પી. (SOP) ની ચુસ્ત અમલવારી કરવાના હેતુથી એક વિશેષ ‘તાલીમ કમ સેમિનાર’નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં કોણ કોણ હાજર રહ્યા?

આ સેમિનારમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા અન્ય પદાધિકારીઓ અને મનપાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલી અગ્રણી સંસ્થાઓ જેવી કે ક્રેડાઈ (CREDAI) ગાંધીનગર-અમદાવાદ, ગાઇહેડ (GIHED) અમદાવાદ એન્જિનિયર એસોસિએશન અને સરકારી કોન્ટ્રાક્ટરોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

બાંધકામ સાઇટની વિશેષ તકેદારી

કાર્યક્રમ દરમિયાન બાંધકામ પ્રવૃત્તિઓથી ઉડતી ધૂળને રોકવા અને તેના વૈજ્ઞાનિક નિકાલ માટે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમિનારમાં વર્લ્ડ રિસોર્સીસ ઇન્સ્ટિટ્યૂટ (WRI) ના સભ્ય વિજય અનડકટ તેમજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ટેકનિકલ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, બાંધકામ સાઈટ પર ડિમોલેશન, બેઝમેન્ટનું ખોદકામ, ડ્રિલિંગ તથા ગ્રાઇન્ડીંગ જેવી કામગીરી વખતે વિશેષ તકેદારી રાખવી અનિવાર્ય છે જેથી હવાની ગુણવત્તા જળવાઈ રહે.

સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય

આ સેમિનારનો મુખ્ય હેતુ સરકાર દ્વારા અમલી ડસ્ટ મેનેજમેન્ટની ગાઈડલાઈન્સ અને SOP ના અમલ દ્વારા ગાંધીનગર શહેરની સ્વચ્છ અને સુંદર ઓળખને જાળવી રાખવાનો હતો. તજજ્ઞો દ્વારા આપવામાં આવેલા સૂચનોનું દરેક બાંધકામ સાઈટ પર પાલન થાય તે અંગે સેમિનારમાં ભાર મૂકવામાં આવ્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now