રાજકોટ શહેરમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું. શહેરમાં મર્ડર,ચોરી,લૂંટ, ચિલ ઝડપ સહિતના ગુન્હાઓમાં સંડોવાયેલા આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. આ ડિમોલિશનમાં કુલ 38 આરોપીઓના 38 ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા. ગેરાકાયદેસર કુલ 2610 ક્ષેત્રફળ ચોરસ મીટરની જગ્યા ખાલી કરવામાં આવી હતી. જેની બજાર કિંમત 6 કરોડ 52 લાખ 50 હજાર થાય છે.
શું કહ્યું પોલીસે
સમગ્ર ઘટનાને લઈ Dcp જગદિશ બનગ્રવાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં વિવિધ ગુના હેઠળ ઝડપાયેલા આરોપીના ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવ્યા છે. ભવિષ્યમાં પણ મર્ડર,ચોરી,લૂંટ, ચિલ ઝડપ જેવા ગુન્હાને અંજામ આપનાર આરોપીના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવશે.





