Home Gujarat Governor Bids A Fond Farewell To Prime Minister Modi From Raj Bhavan

રાજ્યપાલે પ્રધાનમંત્રી મોદીને રાજભવનથી આપી આત્મીય વિદાય : "પ્રધાનમંત્રીના આગમનથી સમગ્ર રાજભવન ગૌરવાન્વિત થયું"

રાજ્યપાલે પ્રધાનમંત્રી મોદીને રાજભવનથી આપી આત્મીય વિદાય
Published by: OBS Bureau
Last Updated: Aug 26, 2025, 05:59 AM IST

ગુજરાતના બે દિવસીય પ્રવાસે પધારેલા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવન, ગાંધીનગરથી આત્મીય વિદાય આપી હતી.

"પ્રધાનમંત્રીના આગમનથી સમગ્ર રાજભવન ગૌરવાન્વિત થયું"

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના આગમનથી સમગ્ર રાજભવન ગૌરવાન્વિત થયું છે. તેમણે ઉમેર્યું કે, પ્રધાનમંત્રીનો આ પ્રવાસ ગુજરાતની વિકાસયાત્રાને નવી ઊર્જા અને પ્રેરણા પ્રદાન કરનાર સાબિત થશે. તેમની લોક કલ્યાણકારી દ્રષ્ટિ, સેવા ભાવના અને મજબૂત સંકલ્પશક્તિ દરેક નાગરિક માટે પ્રેરણાદાયી છે. 

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now