Home Gujarat Governor Acharya Devvrat Hoisted The Flag In The Raj Bhavan Premises

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ રાજભવન પરિસરમાં ધ્વજારોહણ કર્યું : સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી, વૃક્ષારોપણ કર્યું

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ રાજભવન પરિસરમાં ધ્વજારોહણ કર્યું
Published by: OBS Bureau
Last Updated: Aug 15, 2025, 05:45 AM IST

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ 79માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાજભવન પરિસરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ રાજ્યપાલએ ઉપસ્થિત તમામને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવીને તેમનું અભિવાદન જીલ્યું હતું.

આ પ્રસંગે રાજ્યપાલએ રાજભવન પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી અશોક શર્માએ પણ વૃક્ષારોપણ કર્યું હતું.

આ સમારોહમાં રાજ્યપાલના પરિસહાયક બલરામ મીણા (આઈ.પી.એસ.) તથા લેફ્ટનન્ટ કમાન્ડરશુભમ કુમાર, રાજભવનના અધિકારીઓ, કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ તેમજ સુરક્ષા કર્મીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now