Home Business Governmet Has Launched New Pan Card With Qr Code

પાનકાર્ડ 2.0 આવી ગયું છે! : નવા પાનકાર્ડ માટે ઘરે બેઠા કરી શકો છો એપ્લાય, જાણો પાન 2.0માં શું હશે નવું?

પાનકાર્ડ 2.0 આવી ગયું છે!
Published by: OBS Bureau
Last Updated: Dec 14, 2024, 06:06 AM IST

સરકારે પાનકાર્ડની જનજન સુધી પહોંચ વધારવા નવા પાનકાર્ડનો પ્રસ્તાવ મુક્યો છે. પાનકાર્ડ 2.0માં અનેક નવા ફીચર છે. એટલું જ નહીં, નવા પાનકાર્ડને ઘરેબેઠા એપ્લાય કરી શકો છો. કેવી રીતે એપ્લાય કરવાનું છે અને તમને પાનકાર્ડ 2.0માં કેવા કેવા ફિચર્સ મળશે એ તમામ બાબતો આજે તમને જણાવીશું. 

નવા પાનકાર્ડમાં QR કોડ: 

કેન્દ્ર સરકારે નવા પાનકાર્ડમાં QR કોડ જોડવાનો નિર્ણય કર્યો છે. આ નવું પાનકાર્ડ ફક્ત QR કોડ સ્કેન કરવાથી તમારી તમામ વિગતો અને કામ આસાન કરી દેશે. પાનકાર્ડની આ નવા કાર્ડ ઇશ્યૂ કરવા અને ટેક્નોલોજીને અપગ્રેડ કરવા 1435 કરોડનો ખર્ચ થશે તેવો અંદાજ છે. 

જૂનું પાનકાર્ડ બેકાર થઇ જશે?

અનેક લોકોને એવો સવાલ થઇ રહ્યો છે કે પાનકાર્ડ 2.0 આવ્યા બાદ શું જૂનું પાનકાર્ડ નક્કામું થઇ જશે? તો જવાબ છે ના. સરકારે જણાવ્યું કે જૂના કાર્ડ પણ તમામ આર્થિક વ્યવહારો અને કામમાં માન્ય રહેશે. જૂના પાનકાર્ડ ધારકો ઇચ્છે તો નવા કાર્ડ માટે એપ્લાય કરી શકશે. અને નવા પાનકાર્ડ ધારકોને સીધું જ QR કોડ સાથેનું પાનકાર્ડ 2.0 મળશે. 

કેવી રીતે એપ્લાય કરવું?

નવું પાનકાર્ડ કઢાવવાની આખી પ્રક્રિયા પૂરી રીતે ઓનલાઇન રહેવાની છે. પાનકાર્ડ કઢાવવા માગતા અરજીકર્તા https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html વેવબસાઇટ પર જઇ નવા પાન માટે એપ્લાય કરી શકશે.  તમારે ઓનલાઇન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. જે બાદ તમારા ઇમેલ પર PAN નંબરનો મેલ મોકલવામાં આવશે. તમે પાનકાર્ડની વેબસાઇટ NSDL પરથી પણ નવા પાનને ડાઉનલોડ કરી શકશો. જો તમારે ફિઝિકલ પાનકાર્ડ જોઇતું હોય તો તમારે વેબસાઇટ પર 50 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. જે બાદ તમારા આધારકાર્ડના એડ્રેસ પર સ્પીડપોસ્ટથી તમારું પાનકાર્ડ 2.0 ડિલિવર કરવામાં આવશે. 




joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now