Home Gujarat Government Requests To Report Potholes Or Cracks In Bridges On Roads On Gujmarg App

ગતિશીલ ગુજરાતમાં ખાડાની ફરિયાદ માટે App નો ખર્ચો : રસ્તાઓ પર ખાડા કે પુલમાં તિરાડો દેખાય તો ‘ગુજમાર્ગ’ App પર જાણ કરવા સરકારનો અનુરોધ

ગતિશીલ ગુજરાતમાં ખાડાની ફરિયાદ માટે App નો ખર્ચો
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Jul 13, 2025, 11:38 AM IST

ખાડાના ફરિયાદો માટે સરકારે App બનાવવી પડી

હવે ઓનલાઈન લેવાશે રસ્તા પરના ખાડાની ફરિયાદો
સરકારનો રોડ-રસ્તા અંગે પ્રો-એકટીવ અભિગમ

GujMARG Public Grievances App: ગુજરાતમાં પ્રવર્તમાન ચોમાસાની મોસમને પરિણામે જે માર્ગોને નુકસાન થયું છે, તેને પુન:મોટરેબલ કરવા માટે રાજય સરકારે પ્રો-એકટીવ અભિગમ દાખવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ તમામ ક્ષતિગ્રસ્ત રસ્તાઓ ઝડપથી પૂર્વવત થાય એ માટે માર્ગ અને મકાન વિભાગને ચોકકસ દિશા નિર્દેશો આપીને સત્વરે કામો પૂર્ણ કરવા કડક સૂચના આપી છે. જે અનુસંધાને હાલમાં આ કામો રાજ્યભરમાં યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે.

'ગુજમાર્ગ' એપ્લિકેશન થકી છેલ્લા છ માસમાં સ્વીકારેલી કુલ ૩,૬૩૨માંથી ૩,૬૨૦ ફરિયાદો એટલે કે ૯૯.૬૬ ટકા ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ 

રસ્તાઓ પરના ખાડા, ક્ષતિગ્રસ્ત પુલ જેવી સમસ્યાઓની જાણ 'ગુજમાર્ગ' એપ્લિકેશન પર કરવા અનુરોધ

માળખાકીય સુવિધાઓ સંબંધિત ફરિયાદો સીધી માર્ગ અને મકાન વિભાગ સુધી પહોંચાડવા માટેનું એક સરળ પ્લેટફોર્મ એટલે 'ગુજમાર્ગ' એપ

આ એપ પર અત્યાર સુધીમાં કુલ ૧૦ હજાર કરતાં વધુ નાગરિકોનું રજીસ્ટ્રેશન


માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત કાર્યરત 'ગુજમાર્ગ' એપ્લિકેશન પર અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી કુલ ૧૦ હજાર કરતાં વધુ નાગરિકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ એપ્લિકેશન થકી નાગરિકો દ્વારા કુલ ૩,૬૩૨ જેટલી ફરિયાદો કરવામાં આવી છે, જેમાંથી ૯૯.૬૬ ટકા સાથે ૩,૬૨૦ ફરિયાદોનું સકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યું છે. જ્યારે બાકીની ૭ જેટલી ફરિયાદો પર કામગીરી પ્રગતિમાં છે.  


માર્ગ અને મકાન વિભાગ દ્વારા મળેલ માહિતી અનુસાર રાજયમાં રસ્તાઓ પરના ખાડા, ક્ષતિગ્રસ્ત પુલ અને અન્ય માળખાગત સુવિધાઓ અંગેની સમસ્યાઓના ઝડપી અને અસરકારક નિરાકરણ માટે વિભાગ દ્વારા 'ગુજમાર્ગ' એપ્લિકેશન કાર્યરત કરવામાં આવી છે, જેના પર નાગરિકોને પોતાના વિસ્તારમાં પડતી સમસ્યાઓની જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.


"ગુજમાર્ગ' એપ્લિકેશન મુખ્યત્વે ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓની સ્થિતિ, પુલ અને અન્ય માળખાકીય સુવિધાઓ સંબંધિત ફરિયાદો નોંધાવવા માટે વિકસાવવામાં આવેલી એક એપ્લિકેશન છે. આ એપ્લિકેશન દ્વારા નાગરિકો રસ્તાઓ પરના ખાડા, ક્ષતિગ્રસ્ત પુલ વગેરે જેવી સમસ્યાઓની જાણ સંબંધિત અધિકારીઓને કરી શકે છે, જેથી આ સમસ્યાઓનો ઉકેલ સત્વરે લાવી શકાય.


ગુજ માર્ગ એપ્લિકેશન (Guj Marg Application)નો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના નાગરિકોને રસ્તાઓ, પુલો અને અન્ય માળખાકીય સુવિધાઓ સંબંધિત ફરિયાદો સીધા માર્ગ અને મકાન વિભાગ સુધી પહોંચાડવા માટે એક સરળ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. જેમાં નાગરિકો પોતાના વિસ્તારના રસ્તાઓની ખરાબ સ્થિતિ, ખાડા, પુલોને નુકસાન કે અન્ય માળખાકીય સમસ્યાઓ વિશે ફરિયાદ નોંધાવી શકે છે. આ એપ્લિકેશનમાં ફરિયાદની સાથે ફોટોગ્રાફ્સ પણ અપલોડ કરવાની સુવિધા ઉપલબ્ધ છે. જેના આધારે સંબંધિત અધિકારીઓ દ્વારા ફરિયાદો પર સત્વરે કાર્યવાહી કરવામાં આવે છે. આ ઉપરાંત નોંધાવેલ ફરિયાદની સ્થિતિ-સ્ટેટસ શું છે તે પણ નાગરિકો આ એપ થકી તપાસી શકે છે. આ એપ્લિકેશન Google Play Store અને App Store પ્લેટફોર્મ પરથી ડાઉનલોડ કરી શકાય છે‌ તેમ, માર્ગ અને મકાન વિભાગની યાદીમાં જણાવાયું છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે": વડોદરામાં હર્ષ સંઘવીની ગર્જના, 725 કરોડના વિકાસકાર્યોની ભેટ

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે"
Play Video

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર: વર્ષ 2023-24 ની વર્ગ 1 અને 2 ની ભરતીના ઇન્ટરવ્યૂની તારીખો જાહેર, જાણો ક્યારથી શરૂ થશે પ્રક્રિયા

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર
Play Video

ગુજરાતના માછીમારોની જીત: ડીઝલમાં ભાવ વધારો કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો, જૂના રાહત દરે જ મળશે જથ્થો

ગુજરાતના માછીમારોની જીત
Play Video

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ: રોગી કલ્યાણ સમિતિના નામે લાખોની ઉચાપત, નશાબંધી વિભાગના ક્લાર્ક સહિત 3 સામે ગુનો

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ: અત્યાધુનિક 'નૂતન ચેરિટી ભવન' અને કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી: 3 લાખના વિવાદમાં તકિયાથી મોઢું દબાવી હત્યા કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત: ટ્રકના ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત, કેબિન કાપીને બહાર કાઢ્યો મૃતદેહ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!: અંબાલાલ પટેલની 30 માર્ચ સુધીની ભયાનક આગાહી

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!

Gujarat Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! કચ્છથી ભાવનગર સુધી વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવી રહેશે સ્થિતિ?

Gujarat Weather Update

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ: પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કરાવ્યું ઉદ્ઘાટન; પ્રાકૃતિક ખેતી પર મુકાયો ભાર

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગરમાં LCB નો સપાટો: સેક્ટર-4 માંથી લાખોની કિંમતના ચરસ સાથે એક શખ્સ ઝડપાયો

ગાંધીનગરમાં LCB નો સપાટો

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર: ટૂંક સમયમાં ટુ-વ્હીલર માટે માર્ગ ખુલ્લો મુકાશે

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!: તોફાની પવન-માવઠાથી કેસર કેરી સહિત અનેક પાકને ભારે ફટકો, જાણો કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર?

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’: અમદાવાદમાં PSI એ યુવકને ધમકાવ્યો, SP સુધી પહોંચી ફરિયાદ

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’
Play Video

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ: 1 નું કમકમાટીભર્યું મોત અને 2 ગંભીર ઈજાગ્રસ્ત

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ
Play Video

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન: જામા મસ્જિદ બહાર યોજાયા શાંતિપૂર્ણ દેખાવો

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન
Play Video

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’: સુપ્રીમ કોર્ટે પણ આરોપીના જામીન રાખ્યા યથાવત, રાજ્ય સરકારની અરજી ફગાવી

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર: સુરત-ભરૂચ વચ્ચે 30 મિનિટનો સમય બચશે, હવે દક્ષિણ ગુજરાતના વિકાસને લાગશે પાંખો

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર