Home Business Government Of India Appoint Tuhin Kant Pandey As New Sebi Chief Will Serve As Sebi Chief For Three Yaers

રાતોરાત બદલાયા SEBI ચીફ! : શેરમાર્કેટ લાલમ લાલ! જાણો કોણ છે નવા SEBI ચીફ અને તેમની સામે કેવા છે પડકારો?

રાતોરાત બદલાયા SEBI ચીફ!
Published by: OBS Bureau
Last Updated: Feb 28, 2025, 07:26 AM IST

શેરમાર્કેટમાં આજે 28 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે..1996 બાદ પહેલી વખત ભારતના શેરમાર્કેટે સતત પાંચમા મહિને નેગેટિવ રિટર્ન આપ્યું છે. રૂપિયો તળિયે છે, 6 મહિનામાં ભારતના મ્યુચ્યલ ફંડ્સમાં 20 ટકાનું ધોવાઇ થયું છે. છેલ્લા 5 મહિનામાં 61 લાખ SIP બંધ થઇ અને રેકોર્ડતોડ ડિમેટ એકાઉન્ટ બંધ થયા. .. 

શેરમાર્કેટમાં બ્લડબાથ વચ્ચે માર્કેટ રેગ્યુલેટરી સંસ્થા SEBIના ચીફ બદલાયા છે..ભારત સરકારના ફાઇનાન્સ અને રેવેન્યુ સચિવ તુહિન કાંત પાંડેને 3 વર્ષ માટે SEBI ચીફ તરીકે નિયુક્તિ અપાઇ છે..આ સાથે જ વિવાદિત પૂર્વ SEBI ચીફ માધવી પૂરી બુચનો કાર્યકાળ પૂર્ણ થતાં તેમને વિદાય અપાઇ છે…નવા SEBI ચીફ  તુહિન કાંત પાંડે 1987 બેચના ઔડિશા કેડરના IAS છે. રેવેન્યુ સચિવ તુહિન કાંત પાંડેએ એર ઇન્ડિયાનું પ્રાઇવેટિલાઇઝેશન કરવાનો રોડમેપ બનાવ્યો હતો..તો LICનો IPO લોન્ચ કરવામાં તેમની સૌથી મોટી ભૂમિકા હતી.. SEBIના અનેક નિર્ણયોને કારણે ભારતીય શેરબજારમાં લિક્વિડિટિમાં 29 ટકાનો ઘટાડો આવ્યો છે..જેની ભરપાઇ કરવી તુહિન કાંત પાંડે માટે મોટો પડકાર રહેશે…

માર્કેટની વાત થઇ જ રહી છે  તો રોકાણકારોની પણ વાત કરી લઇએ.. રોકાણકારોની હાલત તો પાણી ન માગે તેવી થઇ છે…કોરોનામાં રાતોરાત માર્કેટે જેમને પૈસાદાર બનાવ્યા હતા તેઓ આજે દેવાદાર બન્યા છે…માર્કેટ માટે તો આ નવું નથી, પણ રિસ્ક મેનેજમેન્ટ ન કરનાર કરોડો રોકાણકારો માર્કેટની મીલમાં પિસાઇ ગયા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now