Home Gujarat Gopal Italia And Bhesan Taluka Bjp Vice Presidents Nomination Statement

Visavadar ભેસાણમાં બેલા ખસેડવા 'મોરેમોરો'ની નવી ચેલેન્જ : ગોપાલ ઈટાલિયા અને ભેસાણ તાલુકા ભાજપ ઉપ પ્રમુખ વચ્ચે જામી ઘમાસાણ, મામલો મેદાને?

Visavadar ભેસાણમાં બેલા ખસેડવા 'મોરેમોરો'ની નવી ચેલેન્જ
Published by: OBS Bureau
Last Updated: Jul 29, 2025, 08:43 AM IST

વિસાવદરમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને ભેસાણ તાલુકા ભાજપ ઉપ પ્રમુખ વચ્ચે 'મહિલાના ઘરના દરવાજા આગળ પથ્થરના બેલા મુકવા' મુદ્દે મોરેમોરોનું શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે. વિગતે વાત કરીએ તો ભેસાણ તાલુકાના હડમતીયા ગામમાં એક મહિલાના ઘરના એક દરવાજા આગળ પથ્થર મુકેલા હતા અને તે રસ્તા બંધ કરી દેવાનો મહિલા અને ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર આક્ષેપ કર્યો હતો. જે બાદ તેમણે વીડિયો ઉતારી તે પથ્થરો હટાવી દીધા હતા. જો કે, તેના બે દિવસ બાદ ભેસાણ તાલુકા ભાજપ ઉપ પ્રમુખ આવીને જ્યાં હતા ત્યાં જ પથ્થરો મૂકી ગયા હતા. જો કે, આ મુદ્દે બંન્ને એકબીજા પર આકાર પ્રહારો કર્યા હતાં.


''આઠ વર્ષની દાદાગીરી અને ગુંડાગર્દીનો અંત આવ્યો...''

ગોપાલ ઈટાલિયા પથ્થરો હટાવતા કહ્યું હતું કે, આઠ વર્ષની દાદાગીરી અને ગુંડાગર્દીનો અંત આવ્યો, ભેસાણ તાલુકાના હડમતીયા (વિશળ) ગામે મારી મીટિંગ હતી આ દરમ્યાન ગામના એક મહિલાએ આવીને મને જણાવેલ કે, તેમના ઘરના મુખ્ય દરવાજાની આગળ ભાજપના એક માથાભારે વ્યક્તિએ પથ્થરના બેલા મૂકીને તેમનો આવવા જવાનો રસ્તો બંધ કરી દીધો હતો. છેલ્લા આઠ વર્ષથી મહિલાના ઘરે આવવા જવાના રસ્તામાં અવરોધ ઉભો કરીને ભાજપનો નેતા દાદાગીરી કરતો હતો, અનેક જગ્યાએ અરજીઓ આપી ફરિયાદ કરી હોવા છતાંય મહિલાના ઘરની આગળથી બેલા હટાવવામાં સરકારી તંત્ર ભાજપના દબાણમાં આવીને કામ કરતું ન હતું. આજ રોજ મહિલાના ઘરે જઈને મેં જાતે જ બેલાના પથ્થરો ઉચકી ઉચકીને દૂર ફેંકીને મહિલાના ઘરે આવવાનો રસ્તો ચોખ્ખો કરી આપ્યો''.


''કોણ પાણીયાળો છે?''

ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, ''અમે બહેનનો ગેટ ખુલ્લો કરી આપ્યો છે, જેને મને ફાંસીએ ચડાવવો હોય તે ચડાવી દે બીજું તો શું? નાના અને ગરીબ માણસો સાથે આવું વર્તન કરવાનું હોય? કોઈ બેલા હલાવે તો મને કહીં દેજો જોવું છું કે, કોણ પાણીયાળો છે?''


ભેસાણ તાલુકા ભાજપ ઉપ પ્રમુખે શું કહ્યું?

ભેસાણ તાલુકા ભાજપ ઉપ પ્રમુખ કહ્યું કે, ''આ તમામ બનાવ બન્યો છે તેનાથી પંચાયતથી લઈ તમામ વાકેફ છે. મામલતદાર, પ્રાંત સહિતના અધિકારીઓએ હુકમ કરેલા છે. આ 292 વાળાનો આ બાહુ હલાણ નથી, આ લોકોનું હલાણ ઓલી બાજુ છે, ગોપાલભાઈ અહીં આવીને વિગ્રહ વિરોધ કરે છે. અમારે બે પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી આ અમે પંચાયતની ફરજ રૂપે કામ કરીએ છીએ. આ ભાજપના ગુડ્ડાની વાત કરે છે. ગુડ્ડો તો તુ છે, તે પાટીદાર સમાજના 14 છોકરાઓને હોમી દીધા, હવે તારે અમારા ગામમાં આવીને આવું કૃત્યુ કરવાનું?''


''ત્રેવડ હોય તો તારા બાપને લેતો આવ, આ બેલા અહીં પડ્યા''

તેમણે કહ્યું કે, કોર્ટે હુકમ કરે તો આ પાર્ટી બેલા લેવા માટે અત્યારે તૈયાર છે. મામલતદારથી મોટો તુ કોણ? પ્રાંતથી મોટો તુ? આવી રીતે અહીં આવીને બજવવાનું કામ કરે છે, આ લોકોને બે બાજુ ચાલવું છે તે માટે આ બધુ કરે છે. જો તું હવે ભાજપના ગુડ્ડા કહે છે તો આ બેલા રાખી દીધા છે. જો ત્રેવડ હોય તો તારા બાપને લેતો આવ, આ બેલા અહીં પડ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now