Home Gujarat Gold Worth Rs 5 Lakh Found From A Passenger From Abu Dhabi

અબુધાબીથી આવેલા મુસાફરના પેટમાંથી નીકળ્યું 5 લાખનું સોનું! : કસ્ટમ વિભાગે કર્યું કબજે 37.180 ગ્રામ સોનું

અબુધાબીથી આવેલા મુસાફરના પેટમાંથી નીકળ્યું 5 લાખનું સોનું!
Published by: OBS Bureau
Last Updated: Feb 26, 2026, 09:42 AM IST

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે સોનાની સ્મગલિંગનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. અબુધાબીથી અમદાવાદ આવી રહેલા એક મુસાફર પાસેથી અંદાજે 37.180 ગ્રામ સોનુ જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત આશરે રૂ. 5.01 લાખ જેટલી થાય છે.

કસ્ટમ વિભાગે મુસાફર પાસેથી સોનુ જપ્ત કર્યું

માહિતી અનુસાર મુસાફર સોનુ શરીરમાં છુપાવીને ભારતમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. કસ્ટમ અધિકારીઓને શંકા જતા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછ અને સ્ક્રીનિંગ બાદ મામલો ગંભીર લાગતા મુસાફરને તાત્કાલિક સારવાર અને વધુ તપાસ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તબીબી તપાસ દરમિયાન શરીરમાંથી છુપાવેલું સોનુ બહાર કાઢવામાં આવ્યું હતું.

5.01 લાખની કિંમતનું સોનુ જપ્ત

આ સમગ્ર પ્રક્રિયા બાદ કસ્ટમ વિભાગે કાયદેસરની કાર્યવાહી કરી સોનુ કબજે કર્યું હતું. અધિકારીઓ દ્વારા મુસાફર સામે વધુ તપાસ હાથ ધરાઈ રહી છે અને સોનાની હેરાફેરી અંગેના નેટવર્ક વિશે પણ માહિતી મેળવવાની કાર્યવાહી ચાલુ છે.

કસ્ટમ વિભાગે ફરી એકવાર ચેતવણી આપી છે કે સોનાની ગેરકાયદેસર હેરાફેરી કરવાનો પ્રયાસ કરનારાઓ સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now