Gold/Silver Price Today LIVE Updates: સોનાના ભાવમાં સોમવારે (6 એપ્રિલ) 1 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. સવારે હાજર સોનાના ભાવમાં 62 અમેરિકન ડોલરનો ઘટાડો નોંધાયો હતો અને તે 4,613.48 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. MCX પર જૂન વાયદાના સોનાના ભાવમાં અંદાજે ₹1400નો ઘટાડો થયો છે, જેનાથી કિંમત ₹1,48,298 પ્રતિ 10 ગ્રામ પર આવી ગઈ છે. બીજી તરફ, MCX મે ચાંદીના વાયદામાં શરૂઆતી કારોબારમાં ₹2800થી વધુનો ઘટાડો નોંધાયો હતો અને તે ₹2,29,651 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી હતી.
સોના-ચાંદીના તાજા ભાવ
રિપોર્ટ અનુસાર આજે 24 કેરેટ સોનું (1 ગ્રામ): ₹14,913, જ્યારે ચાંદી (1 કિલોગ્રામ) ₹2,50,000ની આસપાસ છે. સોનાની સાથે ચાંદીની કિંમતોમાં પણ આજે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્થાનિક વાયદા બજારમાં ચાંદી લાલ નિશાન પર ટ્રેડ કરતી જોવા મળી હતી. શરૂઆતી કારોબારમાં MCX પર ચાંદી ₹2,794 ઘટીને ₹2,29,701 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી હતી.
મુખ્ય શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ (પ્રતિ 10 ગ્રામ):
શહેર | સોનાનો ભાવ (₹) |
દિલ્હી અને જયપુર | 1,36,850 |
અમદાવાદ અને પુણે | 1,36,750 |
મુંબઈ, હૈદરાબાદ, ચેન્નાઈ, બેંગલુરુ, કોલકાતા | 1,36,700 |
સોનાના વૈશ્વિક ભાવ
આજે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવમાં નરમાશ જોવા મળી રહી છે. કોમેક્સ (Comex) પર સોનાનો વૈશ્વિક ભાવ 0.22% અથવા 10.50 ડોલરના ઘટાડા સાથે 4,669.20 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ગોલ્ડ સ્પોટ (Gold Spot) આ સમયે 0.62% ઘટીને 4,648.36 ડોલર પ્રતિ ઔંસ પર છે.
ચાંદીના વૈશ્વિક ભાવ
ચાંદીના વૈશ્વિક ભાવમાં પણ ઘટાડો ચાલુ છે. કોમેક્સ પર ચાંદીનો રેટ 0.99% અથવા 0.69 ડોલરના ઘટાડા સાથે 72.24 ડોલર પ્રતિ ઔંસ પર છે. સિલ્વર સ્પોટ 1.24% અથવા 0.90 ડોલર ઘટીને 72.12 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહી છે.
મુખ્ય શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ (પ્રતિ 10 ગ્રામ):
શહેર | સોનાનો ભાવ (₹) |
દિલ્હી અને જયપુર | 1,12,000 |
અમદાવાદ અને પુણે | 1,11,900 |
મુંબઈ, હૈદરાબાદ, ચેન્નાઈ, બેંગલુરુ, કોલકાતા | 1,11,850 |
ઉલ્લેખનીય છે કે, સ્થાનિક બજારમાં ₹1,57,600 થી ₹1,58,800 અને આંતરરાષ્ટ્રીય બજારમાં 4,800 થી 4,880 ડોલર મજબૂત અવરોધ સ્તર છે. જ્યાં સુધી આ સ્તર પાર નહીં થાય ત્યાં સુધી તેજી આવવી મુશ્કેલ છે. નીચલા સ્તરે 4,400 ડોલર અને ₹1,44,000 થી ₹1,45,000 મહત્વના સપોર્ટ લેવલ છે.





