Home Business Gold Price Today Gold Silver Rate Iran Israel War Business News Investment

Gold Price Today; સોનાના ભાવમાં મોટો કડાકો : સોનું ખરીદનારા માટે સૌથી મહત્ત્વના સમાચાર, જાણો હવે વધશે કે ઘટશે સોનાનો ભાવ

Gold Price Today; સોનાના ભાવમાં મોટો કડાકો
Published by: OBS Bureau
| Last Updated: Mar 15, 2026, 11:37 AM IST

સોનાના ભાવમાં આવ્યો મોટો કડાકો

1.60 લાખથી નીચે આવ્યું ગોલ્ડ

આંતરરાષ્ટ્રીય તણાવ છતાં સોનું કેમ ઘટી રહ્યું છે?

સોનું ખરીદતા પહેલાં જાણો આ સમાચાર

Gold Price Today: ઇરાન અને ઇઝરાયલ વચ્ચે ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રીથી આખી દુનિયામાં હડકંપ મચી ગયો છે. કારણકે, અમેરિકાએ ઇઝરાયેલ સાથે મળીને એક બાદ એક ઇરાન પર હવાઈ હુમલા શરૂ કર્યા છે. જેને કરાણે ઇરાનને ખાસુ એવું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જોકે, વૈશ્વિક સ્તરે યુદ્ધની સ્થિતિને કારણે ક્રૂડ ઓઇલથી લઈને શેરબજાર અને ગોલ્ડ માર્કેટમાં પણ ભારે અસર પડી છે. તેની જ અસર હવે ભારતીય બજારોમાં પણ જોવા મળી રહી છે. ત્યારે જો તમે પણ સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યાં હોવ તો આ સમાચાર તમારા માટે ખુબ મહત્ત્વના બની શકે છે.

હાલ ઇરાન સામે ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધને કારણે સોનાના ભાવમાં પણ મોટો ફેરબદલ જોવા મળી રહ્યો છે. દેશમાં સોનાના ભાવમાં હાલના દિવસોમાં સામાન્ય નરમાઈ જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં વધતી જતી અસ્થિરતા અને મજબૂત ડોલર વચ્ચે ભારતમાં સોનું ફરી એકવાર 1.60 લાખ રૂપિયાથી નીચે આવી ગયું છે. નિષ્ણાતોની માનીએ તો હાલ મજબૂત ડોલર અને અમેરિકી બોન્ડ યીલ્ડના કારણે સોનાની કિંમતોમાં સતત બીજા અઠવાડિયે ઘટાડો જોવા મળી રહ્યો છે. એક સવાલ એ પણ થાય કે શું હાલ સોનું ખરીદવાથી લાભ થશે કે પછી નુકસાન? સોનામાં પ્રોફિટ બુકિંગ કે પછી મંદીના સંકેત? જાણો આ અંગે શું છે નિષ્ણાતોનો મત. શુક્રવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું નજીવા ઘટાડા સાથે લગભગ 1,58,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. સતત બીજા અઠવાડિયે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે, જેના કારણે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે.

વૈશ્વિક બજારમાં પણ નરમાઈઃ

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાની ગતિ ધીમી જોવા મળી રહી છે. COMEX પર સોનાની કિંમત લગભગ 5,120 ડોલર પ્રતિ ઔંસ આસપાસ ટ્રેડ થઈ રહી છે. વિશ્લેષકો મુજબ મિડલ ઈસ્ટમાં વધતા તણાવ છતાં સોનામાં તેજી જોવા મળી નથી. સામાન્ય રીતે વૈશ્વિક અનિશ્ચિતતામાં રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોનાની તરફ વળે છે, પરંતુ આ વખતે મજબૂત ડોલર અને વધતી બોન્ડ યીલ્ડે સોનાની તેજીને રોકી છે. મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા વધી છે. આ પરિસ્થિતિના કારણે ઊર્જા બજારમાં પણ અસર જોવા મળી રહી છે અને કાચા તેલના ભાવમાં વધારો થયો છે, જેનાથી વૈશ્વિક મોંઘવારી અંગે ચિંતા વધી છે.

સોનાના ભાવ કેમ ઘટી રહ્યા છે?

બ્રોકરેજ ફર્મ Choice Brokingના કોમોડિટી અને કરન્સી એનાલિસ્ટ આમિર મકદાના અનુસાર સોનાના ભાવમાં ઘટાડાનું મુખ્ય કારણ અમેરિકી ડોલરની મજબૂતી અને ટ્રેઝરી બોન્ડ યીલ્ડમાં વધારો છે. હાલમાં અમેરિકી બોન્ડ યીલ્ડ લગભગ 4.27% સુધી પહોંચી ગઈ છે. પરિણામે રોકાણકારો સોનાની જગ્યાએ વ્યાજ આપતા સુરક્ષિત રોકાણ તરફ વળી રહ્યા છે. તેમના કહેવા મુજબ આગામી કેટલાક સત્રોમાં સોનાના ભાવમાં નરમાઈ ચાલુ રહી શકે છે.

ટેક્નિકલ દ્રષ્ટિએ શું સંકેત?

ટેક્નિકલ વિશ્લેષણ મુજબ સોનાની કિંમત હજુ પણ તેના મહત્વના મૂવિંગ એવરેજથી ઉપર છે, એટલે લાંબા ગાળાનો ટ્રેન્ડ હજુ સંપૂર્ણપણે નબળો થયો નથી. જોકે ટૂંકા ગાળામાં બજારમાં દબાણ જોવા મળી શકે છે. નિષ્ણાતો મુજબ હાલ ટ્રેડર્સ ‘સેલ ઓન રાઇઝ’ (ભાવ વધે ત્યારે વેચો) ની રણનીતિ અપનાવી શકે છે.

હવે સોનાના ભાવ ક્યાં સુધી જઈ શકે?

Enrich Moneyના સીઈઓ પોનમુડી આરના અનુમાન મુજબ જો સોનાનો ભાવ 1,58,000 રૂપિયા ઉપર ટક્યો રહે, તો તેમાં ફરી તેજી આવી શકે છે અને ભાવ 1,62,000 થી 1,65,000 રૂપિયા સુધી જઈ શકે છે. અનુકૂળ પરિસ્થિતિમાં તે 1,68,000 થી 1,70,000 રૂપિયા સુધી પણ પહોંચી શકે છે. પરંતુ જો ભાવ 1,57,000 રૂપિયાથી નીચે સરકે, તો ઘટાડો ઝડપથી વધી શકે છે અને કિંમત 1,55,000 થી 1,50,000 રૂપિયા સુધીના સપોર્ટ ઝોન તરફ જઈ શકે છે.

રોકાણકારો માટે સલાહઃ

હાલની પરિસ્થિતિમાં નિષ્ણાતો રોકાણકારોને સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે. બજારની દિશા સ્પષ્ટ થાય ત્યાં સુધી સાવધાનીપૂર્વક ટ્રેડિંગ કરવું અને મહત્વના સપોર્ટ તથા રેઝિસ્ટન્સ લેવલ્સ પર નજર રાખવી જરૂરી છે.

કેવી રીતે નક્કી થાય છે સોનાના ભાવ?

1) આંતરરાષ્ટ્રીય બજાર

વિશ્વમાં સોનાની કિંમત મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં નક્કી થાય છે, ખાસ કરીને COMEX જેવા બજારોમાં. અહીં જે ભાવ નક્કી થાય છે તેનો સીધો પ્રભાવ ભારત સહિતના દેશોમાં પડે છે.

2) ડોલરની મજબૂતી

સોનાની આંતરરાષ્ટ્રીય કિંમત ડોલરમાં નક્કી થાય છે. તેથી જ્યારે US Dollar મજબૂત બને છે ત્યારે સામાન્ય રીતે સોનાના ભાવ ઘટે છે.

3) બોન્ડ યીલ્ડ

અમેરિકી સરકારના બોન્ડની યીલ્ડ (વ્યાજ દર) વધે તો રોકાણકારો સોનાથી પૈસા કાઢીને બોન્ડમાં રોકાણ કરે છે, જેના કારણે સોનાના ભાવ પર દબાણ આવે છે.

4) વૈશ્વિક તણાવ

યુદ્ધ, આર્થિક સંકટ અથવા રાજકીય અસ્થિરતા હોય ત્યારે રોકાણકારો સુરક્ષિત વિકલ્પ તરીકે સોનું ખરીદે છે. ઉદાહરણ તરીકે Middle Eastમાં તણાવ વધે ત્યારે ઘણીવાર સોનાના ભાવ વધે છે.

5) ભારતીય પરિબળો

ભારતમાં સોનાના ભાવ પર નીચેના પરિબળો અસર કરે છે:

રૂપિયા સામે ડોલરનો ભાવ

આયાત શુલ્ક (Import Duty)

GST

તહેવારો અને લગ્નની માંગ

સોનું ક્યારે ખરીદવું લાભદાયક?

1) ભાવમાં ઘટાડો આવે ત્યારે

જ્યારે સોનાના ભાવ થોડા સમય માટે ઘટે ત્યારે ખરીદવું સારું માનવામાં આવે છે. તેને “Buy on Dip” સ્ટ્રેટેજી કહેવામાં આવે છે.

2) લાંબા ગાળાના રોકાણ માટે

જો તમારું રોકાણ 3–5 વર્ષ માટે છે તો બજારના નાના ફેરફારોની ચિંતા કર્યા વગર ધીમે ધીમે ખરીદી કરવી સારી રીત છે.

3) તહેવારો પહેલા

ઘણા લોકો Diwali અથવા Akshaya Tritiya પહેલા સોનું ખરીદે છે. આ સમયે માંગ વધી જાય છે એટલે પહેલેથી ખરીદી કરવી ક્યારેક સસ્તી પડે છે.

4) SIP જેવી રીત

દર મહિને થોડું થોડું સોનું ખરીદવું (ગોલ્ડ ETF અથવા સોવરેન ગોલ્ડ બોન્ડમાં) લાંબા ગાળે સારો વિકલ્પ બની શકે છે.

5) સરળ સલાહ:

ભાવમાં ઘટાડો આવે ત્યારે થોડું ખરીદો

લાંબા ગાળે સોનું સુરક્ષિત રોકાણ છે

એકસાથે મોટી ખરીદી કરતા ભાગે ભાગે ખરીદવું વધુ સુરક્ષિત

(Disclaimer: અહીં આપેલી માહિતી જનરલ જાણકારી અને વિવિધ માધ્યમોને આધારે લખવામાં આવી છે. Offbeat Stories દ્વારા કોઈપણ પ્રકારના રોકાણ અંગેની સલાહ આપવામાં આવતી નથી. કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલાં નિષ્ણાતની સલાહ અચૂક લેવી.)

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

આગામી સપ્તાહે કામકાજ અટકશે: સળંગ રજાઓના કારણે બેંકો રહેશે બંધ, જાણો કયા શહેરોમાં ક્યારે રહેશે રજા

આગામી સપ્તાહે કામકાજ અટકશે

Petrol Diesel Price Today: આજે સવારે જાહેર થયો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ, ટાંકી ફૂલ કરાવતા પહેલાં જાણો અમદાવાદ સહિત મોટા શહેરોનો દર

Petrol Diesel Price Today

Gold - silver Price Today: સોના-ચાંદીના ભાવમાં ભયાનક ક્રેશ! એક અઠવાડિયામાં સોનું ₹2,990થી વધુ સસ્તું, ચાંદી ₹10,000 તૂટી – જાણો આજના લેટેસ્ટ રેટ

Gold - silver Price Today

દેશભરમાં બનશે 300 શાળાઓ અને 30 હોસ્પિટલો!: અદાણી ગ્રુપનો 60,000 કરોડનો શું છે સોશિયલ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન? કરણ અદાણીએ જણાવ્યો આખો પ્લાન

દેશભરમાં બનશે 300 શાળાઓ અને 30 હોસ્પિટલો!

અનિલ અંબાણી પરિવારની મુશ્કેલીમાં વધારો: 228 કરોડના બેંક ફ્રોડ કેસમાં CBIએ જય અનમોલ અંબાણીની કરી પૂછપરછ

અનિલ અંબાણી પરિવારની મુશ્કેલીમાં વધારો

Gold Silver Price Today 14 March 2026: સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, સોનું ₹2,600 તૂટ્યું, જાણો આજનો લેટેસ્ટ ભાવ

Gold Silver Price Today 14 March 2026

Startup Fund 2.0 Explained: ₹10,000 કરોડના ફંડથી ભારતના સ્ટાર્ટઅપ્સ માટે શું બદલાશે?

Startup Fund 2.0 Explained

31 માર્ચ પહેલા પૂર્ણ કરી લો આ મહત્વના નાણાકીય કાર્યો: બેદરકારી રાખશો તો થઈ શકે છે મોટો દંડ

31 માર્ચ પહેલા પૂર્ણ કરી લો આ મહત્વના નાણાકીય કાર્યો

હવે લાયસન્સ વગર દૂધ વેચી શકાશે નહીં!: FSSAI એ જાહેર કરી એડવાઈઝરી; ભેળસેળ કરનારાઓ પર કસાશે લગામ!

હવે લાયસન્સ વગર દૂધ વેચી શકાશે નહીં!

શેરબજારમાં ફરી મોટો કડાકો: સેન્સેક્સ 1500 પોઈન્ટ તૂટ્યો, એક જ ઝટકે રોકાણકારોના ₹10 લાખ ડૂબ્યા! ઈરાન-ઈઝરાયલ-US યુદ્ધની ભયાનક અસર!

શેરબજારમાં ફરી મોટો કડાકો

Gold Silver Price Today 13 March 2026: સોનાની તેજીને લાગી બ્રેક, ચાંદીના ભાવ પણ ઘટ્યા, જાણો આજનો નવો દર

Gold Silver Price Today 13 March 2026

અઠવાડિયાના છેલ્લા દિવસે શેરબજાર લાલમલાલ!: Sensex 600 પોઈન્ટ તૂટ્યો, યુદ્ધના કારણે ઇન્વેસ્ટરોના ₹23 લાખ કરોડ 'સ્વાહા'!

અઠવાડિયાના છેલ્લા દિવસે શેરબજાર લાલમલાલ!

Petrol-Diesel Prices Today: આજના પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, જાણો અમદાવાદ સહિત મોટા શહેરોના દર

Petrol-Diesel Prices Today

યુદ્ધ વચ્ચે સોનું સસ્તું થયું: શું રોકાણ કરવાની આ સાચી તક છે? જાણો નિષ્ણાતોનો અભિપ્રાય

યુદ્ધ વચ્ચે સોનું સસ્તું થયું

Silver Surges: 50 હજાર રૂપિયા મોંઘી થઈ ચાંદી!: ફરી 3 લાખ તરફ વધવા લાગ્યો ભાવ, જાણો શું છે અંદરનું કારણ?

Silver Surges: 50 હજાર રૂપિયા મોંઘી થઈ ચાંદી!

8th Pay Commission ને લઈને મહત્વપૂર્ણ સમાચાર: બદલાશે આ સ્કીમ! કેન્દ્રીય કર્મચારીઓના પ્રમોશન પર પડશે અસર

8th Pay Commission ને લઈને મહત્વપૂર્ણ સમાચાર

બજારમાં 'Black Thursday': સેન્સેક્સ 800થી વધુ પોઈન્ટ પર તૂટ્યો, પણ આ 2 શેરોએ તોફાની તેજી સાથે બજારને ચોંકાવ્યું!

બજારમાં 'Black Thursday'

Gold Silver Price Today 12 March 2026: સતત બીજા દિવસે સોનું થયું મોંઘુ, ચાંદી ₹2.89 લાખને પાર, જાણો આજનો લેટેસ્ટ રેટ

Gold Silver Price Today 12 March 2026

Market Opening Bell: સેન્સેક્સ 950 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 23,700ની નીચે સરકતા રોકાણકારોના કરોડો ધોવાયા

Market Opening Bell