Home Business Gold Market Gold Price Today Business News Mcx Money Economy India Stock Market Offbeat Stories

Gold Price Today : ગોલ્ડ માર્કેટમાં જોવા મળી ભારે ઊથલપાથલ,સોનું ખરીદવાનું વિચારતા હોવ તો જાણી લેજો આ સમાચાર

Gold Price Today
Published by: OBS Bureau
Last Updated: Apr 24, 2025, 06:59 AM IST

Jammu-Kashmir Latest Update: જમ્મુ-કાશ્મીરના રામબનમાં થયેલાં વિનાશક લેન્ડ સ્લાઈડીંગમાં 50 ગુજરાતીઓ ફસાયા હોવાના સમાચારોએ હડકંપ મચાવ્યો હતો. આ સમાચાર મળતાની સાથે જ ગુજરાત સરકાર અને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તાત્કાલિક બચાવ કામગીરીના પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં હતાં. જેના માટે ગુજરાત પોલીસ અને રાજ્યનું સરકારી તંત્ર જમ્મુ-કાશ્મીર પ્રસાશનના સતત સંપર્કમાં છે. હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા એક મોટી રાહતની માહિતી આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા જણાવાયું છે, જમ્મુ-કાશ્મીરના રામબનમાં ફસાયેલાં તમામ ગુજરાતીઓ સુરક્ષિત છે.

-:ટ્રાવેલ્સની બસ લેન્ડ સ્લાઈડીંગથી દૂર સેઈફ ઝોનમાં છે:-
જમ્મુ કાશ્મીરના રામબનમાં લેન્ડ સ્લાઈડીંગની ઘટનામાં ફસાયેલા ગુજરાતના તમામ લોકો સુરક્ષિત અને સલામત છે. ફસાયેલા યાત્રિકો માટે રહેવા તથા જમવાની સુવિધા આર્મી કેમ્પ ખાતે કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરના રામબનમાં લેન્ડ સ્લાઈડીંગની ઘટનામાં ફસાયેલા ગુજરાતના બધા જ ૫૦ યાત્રીકો સુરક્ષિત અને સલામત છે તેમ રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ લેન્ડ સ્લાઇડીંગની ઘટનામાં ગુજરાતી યાત્રિકો ફસાયા હોવાની જાણ થતાં જ તેમણે રાહત કમિશનર તંત્રને જમ્મુ કાશ્મીર સરકારના સંબંધિત તંત્રનો સંપર્ક કરી આ યાત્રાળુઓની સુરક્ષા સલામતીનો પ્રબંધ કરવા સૂચના આપી હતી. મુખ્યમંત્રીની સૂચના અને દિશા નિર્દેશોને પગલે ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જમ્મુ કાશ્મીરના સંબંધિત તંત્ર વાહકોનો તાત્કાલિક સંપર્ક કરીને ગુજરાતના યાત્રિકોની સુરક્ષા-સલામતિ સુનિશ્ચિત કરવામાં આવી હતી.

રાહત કમિશનર પાંડેએ આ સંદર્ભમાં વધુ વિગતો આપતા કહ્યું કે, ગુજરાતના પ્રવાસીઓની ટ્રાવેલ્સ બસ લેન્ડ સ્લાઈડીંગથી દૂર સેઈફ ઝોનમાં છે તેમજ બધા જ મુસાફરો પણ સુરક્ષિત છે. આર્મીના જવાનોએ ગુજરાતના આ મુસાફરોને ભોજન, પાણી વગેરે પહોંચાડ્યું છે. એટલું જ નહીં, તમામ યાત્રીકોની રહેવા તથા જમવાની વ્યવસ્થા પણ આર્મી કેમ્પ ખાતે કરવામાં આવી છે.

ગુજરાતના આ મુસાફરોને હાલ કોઈ મેડિકલ ઈમરજન્સી પણ નથી તેમજ જમ્મુ કાશ્મીર પ્રશાસન દ્વારા લેન્ડ સ્લાઈડીંગમાં ફસાયેલી ટ્રાવેલ બસને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ રહી છે તેમ પણ રાહત કમિશનરએ ઉમેર્યું હતું. આ વિષયે વધુ માહિતી માટે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર-ગુજરાત-૦૭૯ ૨૩૨ ૫૧૯૦૦નો સંપર્ક જરૂર જણાયે કરી શકાશે. તેમ પણ રાહત કમિશનરએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છેકે, ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન દરરોજ સોના અને ચાંદીના ભાવ વિશે માહિતી આપે છે. અહીં તમને કર અને ચાર્જ વગર સોના અને ચાંદીના દરો જણાવવામાં આવ્યા છે. IBJA દ્વારા જારી કરાયેલા દરો સમગ્ર દેશમાં સમાન છે. જો તમે સોનું કે ચાંદી ખરીદો છો અથવા બનાવડાવો છો, તો તમારે મેકિંગ ચાર્જ પર GST અને મેકિંગ ચાર્જ અલગથી ચૂકવવા પડશે.

સોનાનો ભાવ કેમ વધી રહ્યો છે?

અહીં એ જાણવું મહત્વપૂર્ણ છે કે સોનાના ભાવ આટલી ઝડપથી કેમ વધી રહ્યા છે? તો ચાલો તમને જણાવી દઈએ કે કોઈપણ અનિશ્ચિતતા કે ભૂ-રાજકીય જોખમો, વેપાર તણાવ કે આપત્તિના સમયમાં, સોનાને રોકાણ માટે સૌથી સુરક્ષિત સ્થળ માનવામાં આવે છે. હાલમાં પણ, ટ્રમ્પ ટેરિફને કારણે અમેરિકા અને ચીન સામસામે છે. આ ઉપરાંત, વિશ્વભરના શેરબજારોમાં ઉથલપાથલ છે. મોંઘવારી અંગે ચિંતા વધી છે. યુએસ ડોલર પણ તેની ઊંચાઈએ પહોંચ્યા પછી સતત નીચે પડી રહ્યો છે. તેની અસર સોનાના ભાવમાં વધારા તરીકે જોવા મળી રહી છે.

સોનાની શુદ્ધતા કેવી રીતે ચકાસવી?

તમને જણાવી દઈએ કે એક્સાઈઝ ડ્યુટી, રાજ્ય કર અને મેકિંગ ચાર્જને કારણે દેશભરમાં સોનાના દાગીનાના ભાવ બદલાતા રહે છે. અહીં તમને જણાવી દઈએ કે મોટાભાગે 22 કેરેટ સોનાનો ઉપયોગ ઘરેણાં બનાવવા માટે થાય છે, જ્યારે કેટલાક લોકો 18 કેરેટ સોનાનો પણ ઉપયોગ કરે છે. કેરેટના આધારે ઘરેણાં પર હોલ માર્ક ચિહ્નિત થયેલ છે. ૨૪ કેરેટના સોનાના દાગીના પર ૯૯૯ લખેલું છે, જ્યારે ૨૩ કેરેટ પર ૯૫૮, ૨૨ કેરેટ પર ૯૧૬, ૨૧ કેરેટ પર ૮૭૫ અને ૧૮ કેરેટ પર ૭૫૦ લખેલું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now