Home Gujarat Get Free Training For Air Force Paramilitary Police Forest

એરફોર્સ, પેરામિલિટરી, પોલીસ, ફોરેસ્ટની મફતમાં મેળવો તાલીમ : ગુજરાતના આ જિલ્લામાં અપાય છે વિવિધ સંરક્ષણ ભરતીની તાલીમ

એરફોર્સ, પેરામિલિટરી, પોલીસ, ફોરેસ્ટની મફતમાં મેળવો તાલીમ
Published by: OBS Bureau
Last Updated: Aug 26, 2025, 07:05 AM IST

મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી વડોદરા દ્વારા જિલ્લાના તથા શહેરના યુવા ઉમેદવારોને સંરક્ષણ ક્ષેત્રની વિવિધ ભરતી પરીક્ષાઓ માટે યોગ્ય રીતે તૈયાર કરી શકાય તે હેતુસર દર વર્ષે 30 દિવસીય સંરક્ષણ ભરતી પૂર્વેની પરીક્ષાલક્ષી ફ્રી નિવાસી તાલીમ યોજવામાં આવે છે. આ વર્ષે પણ આવનારા સમયમાં યોજાનારી આર્મી, નેવી, એરફોર્સ, પેરામિલિટરી, પોલીસ, ફોરેસ્ટ તથા સિક્યુરિટી ક્ષેત્રની ભરતીને ધ્યાનમાં રાખીને એસ.આર.પી.એફ. ગ્રુપ-9, મકરપુરા, વડોદરા ખાતે તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

કુલ 90 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે

આ તાલીમમાં કુલ 90 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જેમાંથી 30 ઉમેદવારો અનુસૂચિત જાતિના છે તથા 60 અન્ય કેટેગરીના ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉમેદવારોને 30 દિવસ સુધી સંપૂર્ણ ફ્રી નિવાસી તાલીમ આપવામાં આવશે. તાલીમ દરમ્યાન દૈનિક બે કલાક શારીરિક તાલીમનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેનો માર્ગદર્શન અનુભવી એક્સ-સર્વિસમેન આપશે. જ્યારે દૈનિક છ કલાકની પરીક્ષાલક્ષી થિયરી તાલીમ તજજ્ઞ વક્તાઓ દ્વારા આપવામાં આવશે.

3000નું સ્ટાઇપેન્ડ પણ મળશે

તાલીમ દરમિયાન ઉમેદવારોને રહેવા માટેની સુવિધા સાથે સવારે ચા-નાસ્તો, બપોરે ભોજન, સાંજે ભોજન તથા પરીક્ષાલક્ષી સાહિત્ય મફતમાં પૂરું પાડવામાં આવશે. ઉપરાંત, ઓછામાં ઓછા 80 ટકાની હાજરી ધરાવતા ઉમેદવારોને દૈનિક રૂપિયા 100 પ્રમાણે વધુમાં વધુ રૂપિયા 3000નું સ્ટાઇપેન્ડ ડીબીટી મારફતે ચુકવવામાં આવશે. આ પ્રકારની તાલીમ વડોદરા જિલ્લાના યુવા ઉમેદવારોને સંરક્ષણ ક્ષેત્રની વિવિધ ભરતી માટે આત્મવિશ્વાસપૂર્વક તૈયારી કરવામાં તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવામાં ઉપયોગી સાબિત થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now