ગુજરાતમાં GAS કેડરના 4 અધિકારીઓની બદલીના સામાન્ય વહીવટ વિભાગે આદેશ આપ્યાં છે. વહીવટ વિભાગે નોટિફિકેશન જાહેર કર્યું. ગુજરાત વહીવટી સેવામાં ફરજ બરજ પરના સિનિયર સ્કેલના 4 અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
GAS કેડરના સિનિયર અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં વડોદરાના લેન્ડ રેકોર્ડ્સના નાયબ નિયામક, જીએએસ (સિનિયર સ્કેલ) કે.જી. વાઘેલાની વડોદરાથી બદલી કરીને દાહોદના જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી (ડીઆરડીએ)ના નિયામક તરીકે નિમણૂક કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર કે. જી. વાઘેલાની દાહોદમાં DRDAના ડાયરેક્ટર તરીકે બદલી, એન. આર. શર્માની ગાંધીનગરના અધિક કલેક્ટર તરીકે બદલી, વી. કે. જોશીની ડાંગ-આહવાના અધિક કલેક્ટર તરીકે બદલી, એમ. ડી. ચુડાસમાની વલસાડના અધિક કલેક્ટર તરીકે બદલી થઈ છે.






