ગાંધીનગર: રાજ્યની રાજધાની ગાંધીનગરમાં દિવસભરની ગરમી અને ભારે ઉકળાટ બાદ સાંજના સમયે વરસાદી માહોલ જામ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં ધીમીથી મધ્યમ ધારે વરસાદ વરસતા વાતાવરણમાં નોંધપાત્ર ઠંડક પ્રસરી ગઈ હતી.
વરસાદ શરૂ થતાં રસ્તાઓ ભીના બન્યા હતા અને ગરમીથી ત્રસ્ત નાગરિકોએ રાહતનો અનુભવ કર્યો હતો. કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસતા વાતાવરણ વધુ ખુશનુમા બન્યું હતું.
કેશોદમાં જળબંબાકાર વચ્ચે વહીવટી તંત્ર તેમજ NDRF એલર્ટ: છેલ્લા 12 કલાકમાં 9.8 ઇંચ વરસાદથી સ્ટેટ હાઇવે બંધ, મુસાફરો ભરેલી ST બસ ફસાઈ
ખેડૂતો અને નાગરિકોમાં રાહતની લાગણી
છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની રાહ જોવાઈ રહી હતી. વરસાદને પગલે ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે, જ્યારે શહેરના લોકોને પણ ભારે ઉકળાટમાંથી રાહત મળી છે.
હવામાનમાં આવેલા આ બદલાવથી આગામી દિવસોમાં પણ સારા વરસાદની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો અને સમગ્ર વિસ્તારમાં ચોમાસાનો માહોલ છવાઈ ગયો હતો.





