Offbeat Exculsive: વર્તમાન સરકારના તમામ મંત્રીઓ આજે સાંજ સુધીમાં પોતાના મંત્રીપદ પરથી રાજ્યપાલને રાજીનામું સુપરત કરશે. 17 ઓક્ટોબરને શુક્રવારના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીઓનો શપથ સમારોહ યોજવામાં આવશે. જ્યાં નવા મંત્રીઓને રાજ્યપાલ મંત્રીપદના શપથ લેવડાવશે. આમ શુક્રવારે 11.30 વાગ્યા પછી સત્તાવાર રીતે નવું મંત્રીમંડળ જાહેર કરવામાં આવશે. કોની દિવાળી સુધરી અને કોનું બેસતું વર્ષ બગડ્યું તેના પર સૌ કોઈની નજર છે.
શું તમને ફોન આવ્યો...? અત્યારે ભાજપના તમામ ધારાસભ્યોને આજ વાતની તાલાવેલી છે. એટલું જ નહીં અધિરા બનેલાં કેટલાંક ધારાસભ્યો એકબીજાને ફોન કરીને પણ પૂછી રહ્યાં છેકે, શું તમને ઉપરથી ફોન આવ્યો કે નહીં? ફોન આવ્યો કે નહીં...એ ટેગ લાઈન હાલ ગુજરાતમાં સૌથી વધુ ચર્ચામાં છે. ઉલ્લેખનીય છેકે, બે દિવસ ભાજપના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને ગાંધીનગરમાં જ હાજર રહેવાની સૂચનાઓ ઉપરથી આપી દેવામાં આવી છે. જે ધારાસભ્યોને મંત્રી પદ મળવાનું છે તેમને એક બાદ એક ફોન આવવાના શરૂ થઈ ગયા છે.
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ જે.પી.નડ્ડા, ભૂપેન્દ્ર યાદવ, સુનીલ બંસલ અને રત્નાકર સહિતના ભાજપના રાષ્ટ્રિય નેતાઓની હાજરીમાં મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીઓનો શપથ સમારોહ યોજાશે. એવી પણ માહિતી સામે આવી છેકે, આ વખતના મંત્રી મંડળમાં ફરી એકવાર ભાજપ નાયબ મુખ્યમંત્રીની પેટર્ન લાવી શકે છે. મહત્ત્વ ધારાસભ્યોને તક આપી શકાય અને બધા સચવાઈ જાય એ આશયથી ભાજપ મંત્રી મંડળનું કદ વધારી શકે છે. અગાઉ મુખ્યમંત્રી સહિત 17 સભ્યોનું મંત્રી મંડળ હતું. જેમાં વધારો કરીને હવે આ આંકડો 22-24 સુધી પહોંચી શકે છે. જેમાં ભાજપ કેબિનેટ મંત્રીઓની સંખ્યામાં પણ વધારો કરી શકે છે.
ચર્ચા એવી પણ છેકે, 2027ની ચૂંટણી પહેલાં અને એ પહેલાંની સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ભાજપ દરેક વિસ્તાર અને જ્ઞાતિગત સમીકરણોને આધારે પોતાના વિશ્વાસુ લાગતા નેતાઓને મંત્રી પદ આપીને આંતરિક કલેશને દૂર કરવા પ્રયાસ કરશે. જોકે, આ વખતે પસંદગી માત્ર જ્ઞાતિગત સમીકરણો કે વિસ્તારને આધારે નહીં થાય. ભાજપ હાઈકમાન્ડની સુચના મુજબ આ વખતે ભાજપ યુવા ચહેરાઓ, તેમની સામાજિક છબિ અને તેમનું પરફોર્મન્સ સહિતની બાબતોને ખાસ ધ્યાને લઈને મંત્રી પદ માટે પસંદગી કરવામાં આવશે. જેમાં હર્ષ સંઘવી અને પ્રફૂલ પાનસેરિયાને કેબિનેટમાં પ્રમોટ કરવામાં આવશે.
સામાન્ય રીતે દર બુધવારે મળતી કેબિનેટની બેઠક પણ 15 ઓક્ટોબરના રોજ મળી નહોતી. આજે ગુરુવારે કેબિનેટની બેઠક મળશે એવું નક્કી થયું હતું. જોકે, અચાનક આજે મળનારી કેબિનેટ બેઠક પણ મોકૂફ રાખવામાં આવી હતી અને હવે વિસ્તરણ પછી જ કેબિનેટ બેઠક મળે એવી સંભાવના છે. ત્યારે અહીં અમે અમારા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જે લોકોને મંત્રી પદ મળવાની પ્રબળ સંભાવનાઓ છે તેની જાણકારી તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં કોને-કોને મળશે નવી સરકારમાં મંત્રીપદ?
વર્તમાન સરકારમાંથી કયા મંત્રીઓ રહેશે યથાવત?
હર્ષ સંઘવી
ઋષિકેશ પટેલ
બળવંતસિંહ રાજપૂત
-------------------------
વર્તમાન સરકારની કેબિનેટમાંથી કોનું-કોનું કપાશે પત્તું?
કનુ દેસાઈ
રાઘવજી પટેલ
કુંવરજી બાવળિયા
કુબેર ડિંડોર
મૂળૂ બેરા
ભાનુબેન બાબરિયા
-----------------------
વર્તમાન સરકારની રાજ્યકક્ષામાંથી કોનું-કોનું કપાશે પત્તું?
બચુ ખાબડ
મુકેશ પટેલ
પ્રફૂલ પાનસેરિયા
ભીખુસિંહ પરમાર
જગદીશ વિશ્વકર્મા
પરસોત્તમ સોલંકી
કુંવરજી હળપતિ
---------------------
નવી સરકારમાં કોણ બનશે કેબિનેટ મંત્રીઓ?
જીતુ વાઘાણી (કેબિનેટ)
હર્ષ સંઘવી (કેબિનેટ)
જયેશ રાદડિયા (કેબિનેટ)
શંકર ચૌધરી (કેબિનેટ)
અર્જુન મોઢવાડીયા (કેબિનેટ)
ઋષિકેશ પટેલ (કેબિનેટ)
બળવંતસિંહ રાજપૂત (કેબિનેટ)
પ્રફૂલ પાનસેરિયા (કેબિનેટ)
સી.જે.ચાવડા (કેબિનેટ)
હીરા સોલંકી (કેબિનેટ)
શંભુનાથ ટુંડિયા (કેબિનેટ)
નરેશ પટેલ (કેબિનેટ)
------------------------
નવી સરકારમાં કોણ બનશે રાજ્યકક્ષાના મંત્રીઓ?
ઉદય કાનગડ
કેયૂર રોકડિયા
અમિત શાહ
મહેશ કસવાલા
અલ્પેશ ઠાકોર
જયરામ ગામીત
સંદીપ દેસાઈ
કૌશિક વેકરિયા
રિવાબા જાડેજા
સંગીતા પાટીલ
દર્શિતા શાહ
ડો.પાયલ કુકરાણી





















