ગાંધીનગરમાં અખિલ ભારતીય કોળી સમાજની બેઠકનું આયોજન કરાયું છે. જે બેઠક જાફરાબાદના ધારાસભ્ય અને અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ હિરાભાઈ સાંલેકીના વડપણ હેઠળ યોજાવાની છે, ત્યારે આ મિટિંગનો હેતુ પોલિટિકલ-રાજકીય બાબતો પર નહી હોવાની વાત કરવામાં આવી છે. દરેક જિલ્લામાં જઈને યુવાઓને જોડવાના છે તેમજ યુવાઓના વિવિધ મુદ્દે ચર્ચા થશે તેમજ આ બેઠક 3 મહિને યોજાઈ રહી હોવાનું જણાવ્યું છે
હિરાભાઈ સોલંકીએ શું કહ્યું?
આ બેઠકને લઈ હિરાભાઈ સોલંકીએ કહ્યું કે, ''આજની બેઠકમાં સમાજની વાતો કરવાના છીએ આમાં કોઈ રાજકીય બાબતે ચર્ચા કરવાની નથી, આગામી સમયમાં રાજકીય બેઠક પણ એક મંચ પર થાય તેવા પ્રયત્નો કરીશું, પરંતુ આજે ફક્ત સમાજહિતની વાતો કરીશું. સમાજનું સંગઠન મજબૂત કરવા તેમજ કારોબારીની નવી નિમણૂંક પણ કરવાની છે. આગામી ત્રણ મહિના પછી અમે બીજા જિલ્લાઓમાં પણ આવી બેઠકનું આયોજન કરીશું''
''સરકારી નોકરી ભરતીમાં કોળી સમાજના યુવાઓ ને અન્યાય થાય છે''
અખિલ ભારતીય કોળી સમાજનાની બેઠક મુદ્દે બળદેવ સોલંકીએ કહ્યું કે, ''GPSC પરીક્ષાને લઈને કોળી સમાજે સવાલ ઉઠાવ્યા છે તેમજ સરકારી નોકરી ભરતીમાં કોળી સમાજના યુવાઓ ને અન્યાય થાય છે, ભરતીમાં ટકાવારીના રેશિયોમાં વિસંગતતા જોવા મળી છે, અન્ય રાજ્યમાં મૌખિક પરીક્ષામાં 10% અને લેખિત પરીક્ષાનું ભારણ 90% છે, જ્યારે ગુજરાતમાં મૌખિક 50% અને 50% લેખિત છે જેને લઈને યુવાઓને અન્યાય થાય છે. પરીક્ષા પેટર્નમાં કેવી રીતે ફેરફાર કરવો અને સરકારમાં કેવી રીતે રજૂઆત કરવી તે અંગે ચર્ચા થઈ છે'' વધુમાં તેમણે કહ્યું કે, ''કોળી સમાજ માટે બિઝનેસ સમિટ યોજાશે, કોળી સમાજ મહિલાઓમાં શિક્ષણ સ્તર સુધારા માંગે છે અને હાલમાં વધ્યું પણ છે, આજે અનેક મહિલાઓ સરકારી નોકરીમાં લાગી છે''
વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: VNSGU એ 4 દિવસની પરીક્ષાઓ કરી કેન્સલ, નવું ટાઈમટેબલ ક્યારે આવશે?






