ગાંધીનગરના સેક્ટર-1ના ચ-0 સર્કલ પાસે એક દુઃખદ ઘટના બની છે. ખુલ્લા ખાડામાં એક નાની બાળક પડી જતાં તેનું મોત થયું છે. બાળકી ખાડામાં પડી જતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર ટીમ ઘટનાસ્થળે તરત જ પહોંચી રેસ્ક્યું ઓપરેશન હાથ ધર્યું હતું પરંતુ બાળકનું મોત નિપજ્યું છે.
ગાંધીનગરમાં ખાડામાં પડતાં બાળકનું મોત
ગાંધીનગરના અનેક વિસ્તારમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ ખાડાઓ પડી ગયા છે. જેના કારણે અકસ્માતોની ભીતિઓ સેવાઈ રહી છે. સ્થાનિક રહીશોએ આ ઘટનાને લઈને મહાનગરપાલિકા તંત્ર સામે ગંભીર આક્ષેપ કર્યો છે. રહીશોના જણાવ્યા પ્રમાણે, નગરપાલિકા દ્વારા વરસાદમાં પડેલા ભૂવા અને ખાડાઓ પૂરવાની જવાબદારી છે, પરંતુ તંત્રની બેદરકારીના કારણે આજે એક નિર્દોષ બાળકીનો જીવ ગયોનો આક્ષેપ કરાયો છે.
મૃતક બાળકનું નામ - કુલદીપ ગફુલભાઈ ભરવાડ
મેયરે શું કહ્યું ?
ગાંધીનગરના મેયરે કહ્યું કે, ''અમારૂ કામ વ્યવસ્થિત છે, પરંતુ બેદરકારી મામલે ચોક્સ તપાસ થશે''
રહીશોમાં ભારે રોષ
તંત્રની ઘોર બેદરકારી સામે રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે, ''મહાનગરપાલિકા દ્વારા ખુલ્લા ખાડાઓને તુરંત ભરવામાં આવે અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ફરી ન બને તેવી કામગીરી કરવામાં આવે''

_f698d398-486b-4333-aebf-771686791d13.jpg)




