બોટાદના ગઢડામાં જૂના સ્વામિ. મંદિર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. મંદિરના ઉતારા વિભાગના પાંચમા માળે રૂમ નંબર 509માંથી પોલીસે જુગાર રમતા મંદિર પાર્ષદ સહિત 8 વ્યક્તિઓને રંગેહાથ ઝડપી લીધા. રૂમ નં 509માં રહેતા હરિકૃષ્ણ ગભરુભાઈ વાઘ ઉર્ફે પાર્ષદ હરીકૃષણ ગુરુ છત્રભુજદાસજી સ્વામી જુગાર રમાડતાં હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. અત્રે જણાવીએ કે, પોલીસે રૂપિયા 1.10.850 રોકડા તેમજ 8 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 1.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જો કે, આ સમગ્ર મામલે દેવ પક્ષ અને આચાર્ય પક્ષના આક્ષેપ પ્રતિ આક્ષેપો સામે આવ્યા છે.
પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
આ મામલે પોલીસે હરીકૃષણ ગભરુભાઈ વાઘ ઉર્ફે પાર્ષદ, હરીકૃષ્ણ ગુરુ છત્રભુજદાસજી સ્વામી, જીગ્નેશ કાવઠીયા, રાજેશ સાવલીયા, લાલજી વાઘેલા, પરેશ જોગાણી, કેવલ કાવઠીયા, પંકજ કાવઠીયા, પુર્વેશ જોગાણીની અટકાયત કરી છે તેમજ પોલીસે તમામ શખ્સો વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે..
''આ જૂના આચર્ય પક્ષનો માણસ છે''
ગઢડા મંદિર ચેરમેન હરિજીવનદાસજી સ્વામીએ કહ્યું કે, ''ગઢડા ગોપીનાથ મંદિર આ ઘટનાને વખોડે છે, અમારી જાણ બહાર તહેવારના દિવસો અને ટ્રાફિકના દિવસે હજારો લાખો યાત્રાળુઓ આવતા જતા હોય છે એ લોકોની સરભરા વ્યવસ્થામાં અમે હોઈ તેનો લાભ લઈને આ ઈસમે પોતાના આવાસમાં બારણું બંધ કરીને આ રીતનો જુગાર રમતા હતા તે પોલીસ રેડમાં બહાર આવ્યું છે. પોલીસ કડક કાર્યવાહી કરે તેમજ મંદિર પણ સંસ્થાકીય કાર્યવાહી કરશે તેમજ આમાં અમારે કંઈ લેવા દેવા નથી. આ અમારા ગ્રુપનો કે પક્ષનો માણસ નથી. આ જૂના આચર્ય પક્ષનો માણસ છે. મારી જાણ મુજબ એસપી સ્વામી ત્યાં રોજ જમે છે,આ લોકો એવા માણસોને પ્રોત્સાહન આપે છે, જે સંસ્થા અને સંપ્રદાય માટે દુ:ખ રૂપ કહેવાય''
''આમાં અમારે કંઈ લેવા દેવા નથી''
ગઢડા જુના સ્વામિનારાયણ મંદિરના રૂમમાંથી ઝડપાયેલ જુગાર ધામ મામલે ગોપીનાથજી મંદિના ચેરમેને હરીજીવનદાસજી સ્વામી કહ્યું કે, 'આમાં અમારે કંઈ લેવા દેવા નથી એ એમના પક્ષનો માણસ છે. આ વ્યક્તિને બે ચાર મહિના પહેલા પણ પોલીસે ઝડપ્યો હતો ત્યારે પણ હરીજીવન સ્વામીએ જ બચાવ્યો હતો. જે તેમની જવાબદારીમાંથી નીકળવા માંગતા હોય તો આ ગઢડા મંદિરની જવાબદારી કોની? આમાં અમારે તો કંઈ લેવા દેવા પણ નથી પરંતુ કોઈ પણ પક્ષનો હોય જવાબદાર માણસને છટકવું ન જોઈએ''.
''આ જન્મથી ખોટા છે'
ગોપીનાથજી મંદિના ચેરમેને હરીજીવનદાસજી સ્વામી જણાવ્યું કે, ''આ એક જ ઘટના બની નથી, અગાઉ વ્યભીચારએ ગઢડા મંદિરમાં હલ્લાબોલ કર્યા છે, એક પછી એક ઘટના બની છે. ચોરીઓ બની છે તેમજ પાપાચાર પણ થાય છે બીજી બધી પણ ઘણી ઘટનાઓ થાય છે. દેરક ઘટનામાં આ સ્વામીએ મીલિ ભગત કરીને ઢાંકી જ છે, છતા તેને એમ હોય તો મારી જાહેર ચેલેન્જ છે કે, ત્રણ દિવસની અંદર ગઢડા મંદિરના ચોકમાં હરિજીવન સ્વામીની આખી ટોળી આવે હું અને અમારૂ સ્વામી મંડળ ઉભા રહીશું તેમજ મીડિયા અને સત્સગ સમાજને બોલાવીને અત્યાર સુધીની બનેલી દુર્ઘટનાની જાહેરમાં ડિબેટ કરીએ. જો સાચા હોય તો આ ચોકમાં આવીને ડિબેટ કરે, આ જન્મથી ખોટા છે''.






