Home Gujarat Gambhira Bridge Collapse Injured Narendra Parmar Narrated The Entire Incident

''અમે બાઈક લઈને જઈ રહ્યાં હતા અને બ્રિજ...'' : બ્રિજ દુર્ધટનામાં ઈજાગ્રસ્ત થયેલા નરેન્દ્ર પરમારે વર્ણવી સમગ્ર ઘટના

''અમે બાઈક લઈને જઈ રહ્યાં હતા અને બ્રિજ...''
Published by: OBS Bureau
Last Updated: Jul 10, 2025, 12:36 PM IST

મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજના બે કટકા થયા અને જેમાં 15 નિર્દોષ લોકોના મોત થયા થયા છે. જ્યારે 5થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે, જે ગંભીર ઈજાગ્રસ્ત લોકોને SSG હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકો જે દુર્ઘટનાના સમયને યાદ કરે તો પણ ધ્રુજવા લાગે છે, જેઓ કહે છે કે, 'એ પુલ તંત્રની બેદરકારીના કારણે અમારા માટે યમરાજ બન્યો, ભગવાનની કૃપાથી માંડ માંડ બચી ગયા, પરંતુ તે સમયે અમને જીવતા જીવ મોત દેખાયું હતુ'
''અમે બાઈક લઈને જઈ રહ્યાં હતા અને બ્રિજ...''

પુલ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા નરેન્દ્ર પરમારે કહ્યું કે, ''અમે નાઈટ સિફ્ટ પતાવીને ઘરે જવા નિકળ્યા હતા, તે બ્રિજ પર બાઈક લઈને જઈ રહ્યાં હતા અને અમે જે જગ્યા પર પહોંચ્યા કે, બ્રિજ બેસી ગયો, જેમાં ઘણાં સાધનો પડ્યાં હશે પરંતુ તંત્ર તો થોડા જ સાધનો બતાવે ને!, અમે બાઈક પર બે જણ હતા, જેમાં મારા સાથે ભૂપેન્દ્ર પરમાર હતા જેમનુ મોત થયું છે, તેમને તો નાના છોકરા છે તેમનું શું ?''
''બ્રિજ પડ્યો એ તો તંત્રની જ ભૂલ છે"

નરેન્દ્ર પરમારે કહ્યું કે, ''બ્રિજ પડ્યો એ તો તંત્રની જ ભૂલ છે, જ્યારે ચૂંટણી આવે ત્યારે આવું બધુ જોવે બાકી તો બ્રિજની કોઈ દેખરેખ કરાતી નથી''.
''1ને રજા અપાઈ 1નું ઓપરેશન કરાયું અને 2 સ્ટેબલ''

SSG હોસ્પિટલાના ડોક્ટરે કહ્યું કે, ''ગંભીરા બ્રિજ તૂટી પડવાના કારણે ઈજાગ્રસ્ત થયેલા પાંચ દર્દીઓને હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જે પૈકી એક દર્દીને ગઈકાલે જ રજા આપવામાં આવી હતી, બાકીના 4 દર્દીઓ સારવાર હેઠળ છે, જે પૈકી એક દર્દીનું ઓપરેશન પણ થઈ ગયું છે તેમજ એકનું ઓપરેશન આજે કરવામાં આવશે તેમજ બાકીના બે દર્દી સ્ટેબલ છે''

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now