Home Gujarat Gambhira Bridge Collapse 4 Officers Suspended

ગંભીરા પુલ દુર્ઘટના : સરકારે 4 અધિકારીઓને સસપેન્ડ કર્યા

ગંભીરા પુલ દુર્ઘટના
Published by: OBS Bureau
Last Updated: Jul 10, 2025, 01:59 PM IST

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગંભીરા પુલ દુર્ઘટના અંગે પ્રાથમિક તપાસ અવલોકનોના આધારે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લીધા છે. માર્ગ અને મકાન વિભાગના એક કાર્યપાલક ઇજનેર, બે નાયબ કાર્યપાલક ઈજનેર અને એક મદદનીશ ઇજનેરને તાત્કાલિક અસરથી ફરજમોકૂફ કરવામાં આવ્યાં છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગંભીરા પુલ દુર્ઘટનાની પ્રાથમિક તપાસનાં રિપોર્ટનાં આધારે જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક કડક પગલાં ભર્યા છે. માર્ગ અને મકાન વિભાગના કુલ ચાર અધિકારીઓને ફરજમોકૂફ કરવામાં આવ્યા છે, જેમાં એક કાર્યપાલક ઇજનેર, બે નાયબ કાર્યપાલક ઇજનેર અને એક મદદનીશ ઇજનેરનો સમાવેશ થાય છે.

ફરજમોકૂફ કરાયેલા અધિકારીઓના નામ છે:

એન.એમ. નાયકાવાલા – કાર્યપાલક ઇજનેર
યુ.સી. પટેલ – નાયબ કાર્યપાલક ઇજનેર
આર.ટી. પટેલ – નાયબ કાર્યપાલક ઇજનેર
જે.વી. શાહ – મદદનીશ ઇજનેર

દુર્ઘટનાની પૃષ્ઠભૂમિમાં મુખ્યમંત્રીએ નિષ્ણાંતોની એક વિશેષ ટીમને નિયુક્ત કરી છે, જેને પુલના અત્યાર સુધીના સમારકામ કાર્યો, ઇન્સ્પેક્શન, ક્વોલિટી ચેક અને સંબંધિત કામગીરીઓનું ઊંડાણપૂર્વકના અભ્યાસનો અહેવાલ તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

આ નિષ્ણાતો ટીમે સ્થળ પર જઈ પ્રાથમિક તપાસ કરી રિપોર્ટ આપ્યો અને તેના આધારે ઉપરોક્ત અધિકારીઓ સામે તાત્કાલિક ફરજમોકૂફીનો નિર્ણય લેવાયો છે. સાથે સાથે, મુખ્યમંત્રીએ રાજ્યભરના અન્ય પુલોની સુરક્ષાને પણ ગંભીરતાથી લેતા તમામ પુલોની તાત્કાલિક અને સઘન ચકાસણી કરવાની સૂચના આપીને જાહેરહિત માટે પગલાં લેવા આદેશ આપ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now