Home Gujarat Gambhira Bridge Accident Narendra Singh Parmar Mystery Of Dth Case

ગંભીરા દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત નરેન્દ્રસિંહના મોતનું રહસ્ય ઘૂંટાયું : આશ્ચર્યજનક! ''એકદમ સ્વસ્થ હતા દાડમનું જ્યુસ પીધું અને....''

ગંભીરા દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત  નરેન્દ્રસિંહના મોતનું રહસ્ય ઘૂંટાયું
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 11, 2025, 04:25 PM IST

મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજના બે કટકા થઇ ગયા  અને  21 નિર્દોષ લોકોના મોત થયા ,  5થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા, જે ગંભીર ઈજાગ્રસ્ત લોકોને SSG હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એક નરેન્દ્ર પરમારનું આજે આશ્ચર્યજનક રીતે મોત થઇ ગયું  છે. નેરેન્દ્ર પરમારે ગઈકાલે મીડિયા સાથે વાતચીત કરી હતી, જેઓ અકદમ સ્વસ્થ હતા જો કે, અચાનક મોત થતાં પરિવારજનોએ હોસ્પિટલ પર ગંભીર આક્ષેપો કર્યા છે.

''હોસ્પિટલ તંત્ર કહે કે, જ્યુસ પીધું એટલે...''

મૃતક નરેન્દ્રસિંહ પરમારના મોટા ભાઈએ જણાવ્યું કે, ''મારો ભાઈ પુલ ઉપરથી બાઈક લઈને જઈ રહ્યો હતો અને પુલ તૂટ્યો અને નદીમાં પડ્યો હતો જે દુર્ઘટનામાં મારા ભાઈને કોઈ ગંભીરને ઈજાઓ પહોંચી ન હતી. ફક્ત આંખ ઉપર ચાર ટાંકા આવ્યા હતા, જેના પગલે SSG હોસ્પિટલમાં દાખલ હતો. હોસ્પિટલ તંત્રએ 24 કલાક માટે પાણી આપવાનું ના પાડ્યું હતું એટલે અમે કંઈ ન આપ્યું તારબાદ હોસ્પિટલ તંત્રએ કહ્યું કે, તમે જ્યુશ આપી શકો છો જેના પગલે અમે દાડમનું જ્યુસ આપ્યું અને જેના પછી તેમનું મૃત્યું થયું છે, ત્યારે હોસ્પિટલ તંત્ર એવું કહે છે કે, જ્યુસના કારણે તેમનું અવસાન થયું છે. જો કે, નરેન્દ્રની મોતની જવાબદારી હોસ્પિટલ તંત્રને લેવી પડશે''.

ગઈકાલે કહ્યું ''ભૂપેન્દ્ર પરમારને નાના નાના છોકરા છે તેમનું શું''
પુલ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકો જે દુર્ઘટનાના સમયને યાદ કરે તો પણ ધ્રુજવા લાગે છે. જો કે, આ બધાની વચ્ચે સમાન્ય ઈજાગ્રસ્ત થયેલા નેરન્દ્રસિંહ પરમારનું દુર્ઘટનાના ત્રીજા દિવસે મોત થતાં ફરી સવાલો ઉભા થયા છે. જેઓ ગઈકાલે મીડિયાને બાઈટ આપતા કહ્યું હતું કે, ''અમે નાઈટ સિફ્ટ પતાવીને ઘરે જવા નિકળ્યા હતા, તે બ્રિજ પર બાઈક લઈને જઈ રહ્યાં હતા અને અમે જે જગ્યા પર પહોંચ્યા કે, બ્રિજ બેસી ગયો, જેમાં ઘણાં સાધનો પડ્યાં હશે પરંતુ તંત્ર તો થોડા જ સાધનો બતાવે ને!, અમે બાઈક પર બે જણ હતા, જેમાં મારા સાથે ભૂપેન્દ્ર પરમાર હતા જેમનુ મોત થયું છે, તેમને તો નાના નાના છોકરા છે તેમનું શું ?''

''બ્રિજ પડ્યો એ તો તંત્રની જ ભૂલ છે"
મૃતક નરેન્દ્ર પરમારે ગઈકાલે કહ્યું હતું કે, ''બ્રિજ પડ્યો એ તો તંત્રની જ ભૂલ છે, જ્યારે ચૂંટણી આવે ત્યારે આવું બધુ જોવે બાકી તો બ્રિજની કોઈ દેખરેખ કરાતી નથી''.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now