ગઢડામાં ટાવર ચોક વિસ્તારમાં તુલસી જ્વેલર્સની દુકાનમાં બે મહિલાઓએ દુકાન દારની નજર ચુકવી દાગીના લઈ ફરાર થઈ ગય હતી. આ ઘટના સવારના 11 વાગ્યા આસપાસ બે મહિલાઓ જ્વેલર્સની દુકાનમાં જુની બુટ્ટી બદલાવી નવી બુટ્ટી લેવાના બહાને દુકાનમાં આવી હતી.

જ્વેલર્સ શોપમાં બે મહિલાએ કરી સોનાની ચોરી
આ બે મહિલાને દુકાનદારે નવી બુટ્ટી દેખાડી હતી. તે સમયે મહિલાએ દુકાનદારની નજર ચુકવી પાંચ બુટ્ટી લઈને નિકળી ગઈ હતી. સમગ્ર ઘટનાને લઈ જ્વેલર્સ માલીકે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ તાત્કાલીક તપાસ હાથ ધરી હતી.






