ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશ સાકળીયાએ ૬ એપ્રિલે સંજય જોષીના જન્મ દિવસે શુભેચ્છા સંદેશ આપતી ફેસબુક પોસ્ટ કરી હતી. જેને લઈને બોટાદની રાજનિતી ગરમાઈ છે.
તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશ સાકળીયાનાં જણાવ્યા મુજબ જિલ્લા ભાજપ પ્રમુખે તેઓને રાજીનામું આપવા મૌખિક સુચના આપી છે.
આ બાબતે તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ સાકળીયાએ જણાવ્યુ કે "તેમને મોખિક સુચના મળી છે, પણ મેં રાજીનામું આપ્યુ નથી. મારે વર્ષોથી સંજય જોષી સાથે સંબંધ છે, અને મને નથી લાગતુ મેં કોઈ ખોટુ કામ કર્યું છે. એટલે રાજીનામું આપવાનું કોઈ કારણ નથી."
નેહરુ કેબિનેટનું મંત્રીપદ ઠુકરાવી ભોગવ્યો જેલવાસ!: રાષ્ટ્રવાદ માટે નાંખ્યો જનસંઘનો પાયો, બસ ત્યાંથી શરૂ થઈ દુનિયાના સૌથી મોટા રાજકીય પક્ષની વિચારયાત્રા






