Home Gujarat Gadhada Municipality In Botad Gets New President

બોટાદમાં ગઢડા નગરપાલિકાને મળ્યા નવા પ્રમુખ : બિનહરીફ જાહેર કરાયા, સંખ્યાબળ 18 ભાજપના અને 10 કોંગ્રેસના સભ્યો, જાણો કોણ બન્યા પ્રમુખ

બોટાદમાં ગઢડા નગરપાલિકાને મળ્યા નવા પ્રમુખ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Nov 25, 2025, 11:47 AM IST

Gadhada Municipality Election : બોટાદ જિલ્લાના ગઢડા નગરપાલિકામાં આજે પ્રમુખપદની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ, જેમાં કિશોરભાઈ ખાચર બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાયા છે. ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુડિયાએ નવનિયુક્ત પ્રમુખને ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી અને તેમને સફળ કામગીરી માટે શુભકામનાઓ આપી.

કિશોરભાઈ ખાચર બિનહરીફ જાહેર થયા

નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હિતેશ પટેલે માત્ર પાંચ મહિનામાં રાજીનામું આપ્યા બાદ આ ચૂંટણી યોજાઈ હતી. આજે નગરપાલિકા હોલમાં પ્રાંત અધિકારી આરતી ગોસ્વામીની અધ્યક્ષતામાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ. કોંગ્રેસે પ્રમુખ પદ માટે કોઈ ઉમેદવાર ઉતાર્યો ન હોવાથી કિશોરભાઈ ખાચર બિનહરીફ જાહેર થયા હતા.

18 ભાજપના અને 10 કોંગ્રેસના સભ્યો

કિશોરભાઈ ખાચરે પદભાર સંભાળ્યા બાદ જણાવ્યું કે, ગઢડા નગરપાલિકાના તમામ સભ્યોને સાથે રાખીને શહેરના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નો કરવામાં આવશે. ગઢડા નગરપાલિકામાં કુલ 28 સભ્યો છે, જેમાં 18 ભાજપના અને 10 કોંગ્રેસના સભ્યોનો સમાવેશ થાય છે. નવનિયુક્ત પ્રમુખે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સૌની સહકારી ભાવના સાથે ગઢડાનું વિકાસ કાર્ય વધુ ગતિ પામશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now