Home Gujarat Gadhada Juna Swami Temple Gambling House Controversy Intensifies

ગઢડા જૂના સ્વામિ. મંદિર જુગારધામ વિવાદ વધુ વકર્યો : જુગારમાં ઝડપાયેલા મંદિર પાર્ષદ હરિકૃષ્ણ ભગતે કર્યા ગંભીર આક્ષેપ

ગઢડા જૂના સ્વામિ. મંદિર જુગારધામ વિવાદ વધુ વકર્યો
Published by: OBS Bureau
Last Updated: Aug 18, 2025, 07:33 AM IST

બોટાદના ગઢડામાં જૂના સ્વામિ. મંદિર જુગારધામ મામલે વિવાદમાં આવ્યું છે. જે વિવિદ દિવસેને દિવસે વધુ વકરી રહ્યો છે. જુગાર મામલે દેવ પક્ષ અને આચાર્ય પક્ષના આક્ષેપ પ્રતિ આક્ષેપો હતા. જે બાદ હવે હરિકૃષ્ણ ભગતે જુગાર રમવાનો આરોપ પાયાવિહોણો ગણાવ્યો અને દેવ પક્ષ પર ગંભીર આક્ષેપો કર્યા છે.


''એ લોકોએ દાઝ રાખીને આ કાવતરૂ કર્યું છે''

ગઢડા મંદિરમાં જુગાર રમતા ઝડપાયેલા પાર્ષદ હરિકૃષ્ણ ભગતે કહ્યું કે, ''હું દેવ પક્ષમાં જ છું અને હરીજીવનદાસજી સ્વામીનો જ ભગત છું. જે બનાવ બન્યો તે પાયો વિહાણી વાત છે જે મને ફસાવવા માટે બનાવવામાં આવ્યા છે, હું હરીજીવનસ્વામીની જોડે જ છું તેમજ દેવ પક્ષમાં જ છું પરંતુ એ લોકોનું કામ નથી કરતો, પહેલા હું દરબારગઢમાં સેવા પણ કરતો હતો. બધા લોકોને ખબર પણ છે અને દેવ પક્ષમાં જ છું પહેલા તેમની જોડે કામ કરતો હતો પરંતુ અમારે ન બન્યુ, અમુક કામો એ લોકો કહેતા તે મારાથી નહોતા થતાં એટલે અમારે ટસલ થઈ, બોલાચાલી થઈ પછી ઓછું કરી નાંખ્યું, એ લોકોએ દાઝ રાખીને આ કાવતરૂ કર્યું છે.


''હું આયર છું અને લોકો મને સપોર્ટ કરે છે એ અમને નથી ગમતું''

હરિકૃષ્ણ ભગતે કહ્યું કે, ''અમે જુગાર નહોતા રમતા, તે લોકો મને મળવા માટે આવ્યા હતા જે લોકો હરિભગત હતા. મને ફસાવવાની કોશિશ તેમજ મને અહીંથી કાઢવાની કોશિશ છે. આ લોકો ક્યારના આવું કરે છે બે ત્રણવાર આવું મારી સાથે થયું છે. હું આયાર છું અને અહીંના સમાજના લોકો મને સપોર્ટ કરે છે એ લોકોને નથી ગમતું. તે લોકો સાથે બેસું છું તે લોકોને નથી ગમતું તેમની સામે પાવરમાં રહું તે લોકોને નથી ગમતુ"'
દેવ પક્ષના હરિજીવનદાસજી સ્વામી શું કહ્યું હતું?

ગઢડા મંદિર ચેરમેન (દેવ પક્ષ) હરિજીવનદાસજી સ્વામીએ કહ્યું હતું કે, ''ગઢડા ગોપીનાથ મંદિર આ ઘટનાને વખોડે છે, અમારી જાણ બહાર તહેવારના દિવસો અને ટ્રાફિકના દિવસે હજારો લાખો યાત્રાળુઓ આવતા જતા હોય છે એ લોકોની સરભરા વ્યવસ્થામાં અમે હોઈ તેનો લાભ લઈને આ ઈસમે પોતાના આવાસમાં બારણું બંધ કરીને આ રીતનો જુગાર રમતા હતા તે પોલીસ રેડમાં બહાર આવ્યું. પોલીસ કડક કાર્યવાહી કરે તેમજ મંદિર પણ સંસ્થાકીય કાર્યવાહી કરશે તેમજ આમાં અમારે કંઈ લેવા દેવા નથી. આ અમારા ગ્રુપનો કે પક્ષનો માણસ નથી. આ જૂના આચર્ય પક્ષનો માણસ છે. મારી જાણ મુજબ એસપી સ્વામી ત્યાં રોજ જમે છે,આ લોકો એવા માણસોને પ્રોત્સાહન આપે છે, જે સંસ્થા અને સંપ્રદાય માટે દુ:ખ રૂપ કહેવાય''


''આમાં અમારે કંઈ લેવા દેવા નથી''

ગઢડા જુના સ્વામિનારાયણ મંદિરના રૂમમાંથી ઝડપાયેલ જુગાર ધામ મામલે (દેવ પક્ષ) ગોપીનાથજી મંદિના ચેરમેને હરીજીવનદાસજી સ્વામી કહ્યું કે, 'આમાં અમારે કંઈ લેવા દેવા નથી એ એમના પક્ષનો માણસ છે. આ વ્યક્તિને બે ચાર મહિના પહેલા પણ પોલીસે ઝડપ્યો હતો ત્યારે પણ હરીજીવન સ્વામીએ જ બચાવ્યો હતો. જે તેમની જવાબદારીમાંથી નીકળવા માંગતા હોય તો આ ગઢડા મંદિરની જવાબદારી કોની? આમાં અમારે તો કંઈ લેવા દેવા પણ નથી પરંતુ કોઈ પણ પક્ષનો હોય જવાબદાર માણસને છટકવું ન જોઈએ''.
''આ જન્મથી ખોટા છે'

ગોપીનાથજી મંદિના ચેરમેને હરીજીવનદાસજી સ્વામી જણાવ્યું હતું કે, ''આ એક જ ઘટના બની નથી, અગાઉ વ્યભીચારએ ગઢડા મંદિરમાં હલ્લાબોલ કર્યા છે, એક પછી એક ઘટના બની છે. ચોરીઓ બની છે તેમજ પાપાચાર પણ થાય છે બીજી બધી પણ ઘણી ઘટનાઓ થાય છે. દેરક ઘટનામાં આ સ્વામીએ મીલિ ભગત કરીને ઢાંકી જ છે, છતા તેને એમ હોય તો મારી જાહેર ચેલેન્જ છે કે, ત્રણ દિવસની અંદર ગઢડા મંદિરના ચોકમાં હરિજીવન સ્વામીની આખી ટોળી આવે હું અને અમારૂ સ્વામી મંડળ ઉભા રહીશું તેમજ મીડિયા અને સત્સગ સમાજને બોલાવીને અત્યાર સુધીની બનેલી દુર્ઘટનાની જાહેરમાં ડિબેટ કરીએ. જો સાચા હોય તો આ ચોકમાં આવીને ડિબેટ કરે, આ જન્મથી ખોટા છે''.


જાણો સમગ્ર મામલો

મંદિરના ઉતારા વિભાગના પાંચમા માળે રૂમ નંબર 509માંથી પોલીસે જુગાર રમતા મંદિર પાર્ષદ સહિત 8 વ્યક્તિઓને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા. રૂમ નં 509માં રહેતા હરિકૃષ્ણ ગભરુભાઈ વાઘ ઉર્ફે પાર્ષદ હરીકૃષણ ગુરુ છત્રભુજદાસજી સ્વામી જુગાર રમાડતાં હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું. અત્રે જણાવીએ કે, પોલીસે રૂપિયા 1.10.850 રોકડા તેમજ 8 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 1.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે, આ સમગ્ર મામલે દેવ પક્ષ અને આચાર્ય પક્ષના આક્ષેપ પ્રતિ આક્ષેપો કર્યા હતા. જે બાદ હવે હરિકૃષ્ણ ભગતે જુગાર રમવાનો આરોપ પાયાવિહોણો ગણાવ્યો અને દેવ પક્ષ પર ગંભીર આક્ષેપો કર્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now