Home Gujarat Friend Got Absconding After Taking Car Complaint Filed

માતાના અવસાનનું કાઢ્યું બહાનું : કાર લઈને રફૂચક્કર થઈ ગયો મિત્ર, નોંધાઈ ફરિયાદ

માતાના અવસાનનું કાઢ્યું બહાનું
Published by: OBS Bureau
Last Updated: Apr 26, 2025, 06:21 PM IST

અમદાવાદના ખોખરા વિસ્તારમાં કારની ચોરીની ફરિયાદ નોંધાવી છે. સામાન્ય રીતેની ઘટના તો તમે અનેક સાંભળી હશે પરંતુ આ થોડી અલગ છે.

ખોખરામાં રહેતા વેપારીના મિત્રએ માતાનું અવસાન થયું છે અને બે ચાર દિવસ માટે વતન પાટણ ખાતે જવું પડશે તેમ કહીને વેપારીની કાર લઈને ગયો હતો. પરંતુ ચાર મહિના વિત્યા ગયા બાદ પણ ગાડી તથા મિત્રનો સંપર્ક થયો ન હતો. જેથી કંટાળીને વેપારીએ મિત્ર સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

ખોખરાના મણીયાસાં વિસ્તારમાં રહેતા નરેશભાઈ માયાની ઈમ્પોર્ટ એક્સપોર્ટનો વેપાર કરે છે. ગત વર્ષ 20૦7માં પોતાના ઉપયોગ માટે ફોરવ્હીલ ગાડી ખરીદી હતી. નરેશભાઈના એક મિત્ર મારફતે વસ્ત્રાલમાં રહેતા ભાવિક ઉર્ફે ગોલ્ડી પંચાલ સાથે મિત્રતા થઇ હતી. ગત જાન્યુઆરીમાં નરેશભાઈના ઘરે ભાવિક આવ્યો હતો અને કહ્યું કે મારી માતાનું મૃત્યુ નીપજ્યું છે અને મારા વતન પાટણ ખાતે જવું છે. તમારી ગાડી થોડા દિવસ માટે લઇ જાઉં છું, બે ચાર દિવસમાં પાછો આવીને તમારી ગાડી આપી જઈશ તેમ કહીને ભાવિક ભાઈ ગાડી લઈને જતો રહ્યો હતો. અઠવાડીયા સુધી ભાવિકનો કોઈ અત્તો પત્તો નહિ લાગતા નરેશભાઈએ તેમને ફોન કરતા કહ્યું કે હજુ થોડા દિવસ લાગશે હું જલ્દી પાછો આવીને તમારી ગાડી આપી જઈશ તમે ચિંતા કરશો નહી ત્યારબાદ ફેબ્રુઆરી મહિનામાં નરેશભાઈ ફોન કર્યો તો મિત્ર ભાવિકનો ફોન સ્વીચઓફ આવતો હતો.

વસ્ત્રાલમાં તેના ઘરે જઈને તપાસ કરતા જણાવા મળ્યું કે તે ભાડેથી રહેતો હતો. અને મકાન ખાલી કરીને જાન્યુઆરી મહિનાના નીકળી ગયો છે. આ અંગે નરેશભાઇએ ભાવિક પંચાલ સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now