Home Gujarat Fraud In The Name Of Sending People Abroad In Bhuj

ભુજમાં લોકોને વિદેશ મોકલવાના નામે ફ્રોડ! : 'પાસપોર્ટમાં ફોટો કોઈ બીજાનું અને ફેક સર્ટિફિકેટ', સમગ્ર રેકેટનો પર્દાફાશ

ભુજમાં લોકોને વિદેશ મોકલવાના નામે ફ્રોડ!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 08, 2026, 04:51 AM IST

ભુજમાં વિદેશ જવાની ઈચ્છા રાખતા લોકો સાથે મોટો ફ્રોડ ચાલી રહ્યો હોવાનું ખુલાસો થયો છે. 'પાસપોર્ટ ફોટો કોઈ બીજાનો અને સર્ટિફિકેટ પણ નકલી' રાખીને લોકોને ગલ્ફ દેશોમાં મોકલવાની એક મોટી રમત ચાલી રહી હતી, જેને પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ અસરકારક રીતે પર્દાફાશ કરી છે. આ મામલે ભુજ રેલ્વે સ્ટેશન નજીકથી સંજય કુમાર નટવરલાલ લોહાર નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

'પાસપોર્ટ ફોટો કોઈ બીજાનો અને સર્ટિફિકેટ પણ નકલી'

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ગેંગ ખાસ કરીને એવા લોકોને નિશાન બનાવતી હતી, જેઓ શારીરિક અયોગ્યતા અથવા અન્ય તબીબી કારણોસર મેડિકલ ટેસ્ટમાં નિષ્ફળ જતા હતા. આરોપીઓ આવા લોકોના પાસપોર્ટમાં અન્ય વ્યક્તિના ડમી ફોટાનો ઉપયોગ કરતા હતા અને GCC માન્ય હોસ્પિટલોમાંથી નકલી ફિટનેસ સર્ટિફિકેટ મેળવી આપતા હતા. આ રીતે તબીબી રીતે અયોગ્ય વ્યક્તિને 'ફિટ' બતાવીને ગલ્ફ દેશોમાં નોકરી અપાવવાની લાલચ આપવામાં આવતી હતી.

આ ગેંગ લાંબા સમયથી સક્રિય હતી!

SOGની કાર્યવાહી દરમિયાન આરોપી પાસેથી નકલી ભારતીય પાસપોર્ટ, આધાર કાર્ડ સહિતના અનેક શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આ ગેંગ લાંબા સમયથી સક્રિય હતી અને અનેક લોકોને આ રીતે વિદેશ મોકલવામાં આવ્યા હોવાની આશંકા છે. પોલીસ હવે આ સમગ્ર રેકેટ સાથે જોડાયેલા અન્ય સભ્યોની શોધમાં લાગી ગઈ છે. અધિકારીઓનું કહેવું છે કે તપાસ આગળ વધતા આ ગેંગ વિશે વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
સુરતના 22 વર્ષીય યુવકનું સ્વિમિંગ પૂલમાં મોત
ગુજરાતમાં AI ક્રાંતિને ગતિ
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠું
વડોદરાના નાગરવાડામાં હાઈવોલ્ટેજ ડ્રામા
SOU પ્રવાસીઓ માટે ખુશખબર