Home Gujarat Four Wheeler Crashes Into Rooftop In Ramol Ahmedabad

રામોલમાં ફોર વ્હીલર ઘૂસી છાપરામાં : પાંચ શ્રમિકો ઈજાગ્રસ્ત, હોસ્પિટલ ખસેડાયા

રામોલમાં ફોર વ્હીલર ઘૂસી છાપરામાં
Published by: OBS Bureau
| Last Updated: Dec 16, 2025, 05:11 AM IST

Ahmedabad Ramol Accident : અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલા વડું તળાવ પાસે શ્રમિકોના છાપરામાં એક ફોર વ્હીલર ચાલકે ગાડી ઘૂસાડી દેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અચાનક બનેલા આ અકસ્માતમાં છાપરામાં રહેલા શ્રમિકોને ઇજા પહોંચી હતી. ઘટનામાં કુલ પાંચ લોકોને ઈજાઓ થતાં તાત્કાલિક એલ.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ફોર વ્હીલર છાપરામાં ઘૂસી

અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ફોર વ્હીલર કેવી રીતે છાપરામાં ઘૂસી ગઈ અને અકસ્માત પાછળનું કારણ શું હતું તે અંગે પોલીસ દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. ઈજાગ્રસ્તોને હાલ સારવાર આપવામાં આવી રહી છે અને તેમની હાલત પર નજર રાખવામાં આવી રહી છે.

વિસ્તારમાં અફરાતફરી મચી હતી

આ અકસ્માતથી વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક ક્ષણ: ધ યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાત-2026 બિલ પર હર્ષ સંઘવીનું સંબોધન

ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક ક્ષણ

UCC બિલનો વિરોધ: "ચૂંટણીલક્ષી આ બિલની અમે હોળી કરીશું"- ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા

UCC બિલનો વિરોધ
Play Video

ઇંધણ સંગ્રહખોરી રોકવા નવા નિયમો જાહેર: પેટ્રોલ-ડીઝલની અછતની અફવાઓ વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય

ઇંધણ સંગ્રહખોરી રોકવા નવા નિયમો જાહેર

મણીનગરના સુમેલ-1 બિઝનેસ પાર્કમાં ભીષણ આગ: 10થી વધુ દુકાનો બળીને ખાખ, દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા

મણીનગરના સુમેલ-1 બિઝનેસ પાર્કમાં ભીષણ આગ
Play Video

ગુજરાતમાં ઈંધણનો પુરવઠો સુરક્ષિત: અફવાઓથી દૂર રહેવા રાજ્ય સરકારની અપીલ

ગુજરાતમાં ઈંધણનો પુરવઠો સુરક્ષિત