Home Gujarat Four Sisters From This Village In Gadhada Botad Go Missing

બોટાદના ગઢડામાં એક ગામની ચાર સગી બહેનો થઈ ગુમ : પોલીસ દોડતી થઈ, પરિવારમાં ભારે ચિંતા

બોટાદના ગઢડામાં એક ગામની ચાર સગી બહેનો થઈ ગુમ
Published by: OBS Bureau
Last Updated: Feb 16, 2026, 11:37 AM IST

બોટાદ જિલ્લામાં ગઢડા તાલુકાના એક ગામમાંથી ચાર સગી બહેનો ગુમ થતા ચકચાર મચી છે. પ્રાપ્ત માહિતી મુજબ ચારેય બહેનો ગઈકાલે પોતાના ઘરેથી લગ્નની ખરીદી કરવાના બહાને નીકળી હતી, પરંતુ સાંજ સુધી ઘરે પરત ન ફરતાં પરિવારે ચિંતા વ્યક્ત કરી હતી.

કોઈ પત્તો ન મળતાં પોલીસને જાણ કરી

ગુમ થયેલી બહેનોમાં બે પુખ્ત વયની અને બે સગીર હોવાનું સામે આવ્યું છે. તેમની ઉંમર અનુક્રમે 21 વર્ષ, 20 વર્ષ, 17 વર્ષ અને 16 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. સાંજ સુધી કોઈ સંપર્ક ન થતાં પરિવારે આસપાસના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી હતી, પરંતુ કોઈ પત્તો ન મળતાં આજે સાંજે સમગ્ર મામલે ગઢડા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.

પરિવારમાં ભારે ચિંતા

પોલીસે પરિવારમાંથી માહિતી મેળવી ‘જાણવા જોગ’ દાખલ કરી છે અને ચારેય બહેનોની શોધખોળ શરૂ કરી છે. આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે તેમજ શક્ય હોય ત્યાં સુધી સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે. આ ઘટનાને લઈને પરિવારમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. સ્થાનિક લોકો પણ શોધખોળમાં મદદ કરી રહ્યા છે. પોલીસે જણાવ્યું છે કે તમામ દિશામાં તપાસ ચાલી રહી છે અને વહેલી તકે બહેનોને શોધી કાઢવા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now