Home Gujarat Four Legged Terror Continues In Amreli

અમરેલીમાં ચાર પગનો આતંક યથાવત : ધારીમાં દીપડાએ બાળકીનો લીધો જીવ, લોકોમાં ભય

અમરેલીમાં ચાર પગનો આતંક યથાવત
Published by: OBS Bureau
Last Updated: Nov 28, 2025, 02:18 PM IST

Amreli News : અમરેલી જિલ્લામાં હિંસક પ્રાણીઓનો આતંક સતત વધી રહ્યો છે. ધારી ગીર પૂર્વના દલખાણીયા રેન્જ વિસ્તારમાં દીપડાએ ફરી એક વાર માનવ પર હુમલો કર્યો છે. ધારી તાલુકાના ત્રંબકપુર ગામે બનેલી આ ઘટના સમગ્ર જિલ્લામાં દહેશત ફેલાવી રહી છે.

1 વર્ષની બાળકીને દીપડા મોતને ઘાટ ઉતારી

મળતી માહિતી મુજબ પરપ્રાંતીય મજૂરની માત્ર 1 વર્ષની બાળકીને દીપડાએ માતાની નજર સામે જ ઉઠાવી લીધી. દીપડાએ બાળકીને ખેંચી લઈ જઈ મોતને ઘાટ ઉતારી હતી. પરિવારમાં શોકનું વાતાવરણ છે અને ગામમાં ભયનો માહોલ છવાયો છે.

લોકોમાં ભયનો માહોલ

આ ઘટના ખાસ કરીને ચિંતાજનક એ માટે છે કે છેલ્લા ચાર દિવસમાં અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડાના હુમલાની આ ત્રીજી ઘટના છે. હિંસક પ્રાણીઓ દ્વારા સતત માનવ હુમલાઓ થવાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે અને સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ઘટના બાદ વનવિભાગ હરકતમાં આવ્યું છે. માનવભક્ષી દીપડાને પકડવા કુલ 7 પાંજરા મુકવામાં આવ્યા છે અને પાંજરાઓની આસપાસ પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે. વનવિભાગ લોકોમાં શાંતિ જાળવવાની અપીલ કરી રહ્યું છે અને ગામોના આસપાસ સતર્કતા રાખવા જણાવ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ