Home Gujarat Four Government Officials Caught In Acb Trap Demanded Bribe Of Rs 2 Lakh

ACBનાં છટકામાં ફસાયા ચાર સરકારી બાબુ : 2 લાખની માગી હતી લાંચ

ACBનાં છટકામાં ફસાયા ચાર સરકારી બાબુ
Published by: OBS Bureau
Last Updated: May 14, 2025, 09:14 AM IST

ખાણ ખનીજ વિભાગ, વડોદરામાં રેતીના સ્ટોક માટેની અરજી મંજૂર કરાવવા માટે રૂપિયા 2 લાખની લાંચ માંગતા વિભાગના સિનિયર ક્લાર્ક સહિત ચાર કર્મચારીઓએ લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) વડોદરા દ્વારા ટ્રેપ ગોઠવી ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ફરીયાદીએ રેતીના જથ્થાની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરી હતી. અરજી પ્રક્રિયામાં ઝડપ લાવવાના બહાને યુવરાજસિંહ દિલીપસિંહ ગોહિલ, સિનિયર ક્લાર્કે રૂપિયા 2,00,000/-ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા ઇચ્છુક ન હોવાથી ACB વડોદરાની કચેરીમાં લેખિતમાં ફરિયાદ નોંધાવી.

ACB વડોદરા દ્વારા આજ રોજ તા. 12 મેના રોજ પ્રેમાવતી રેસ્ટોરન્ટ, BAPS હોસ્પિટલના પાછળ, અટલાદરા ખાતે ટ્રેપ ગોઠવાયો હતો. જ્યાં આરોપી યુવરાજસિંહ ગોહિલે ફરિયાદી પાસેથી લાંચની સમગ્ર રકમ રૂ. 2 લાખ સ્વીકારી હતી અને એ સમયે તેને એસીબીની ટીમે રંગે હાથ ઝડપી લીધો હતો.




આ કેસમાં યુવરાજસિંહ સાથે સંકળાયેલા અન્ય ત્રણ આરોપીઓ:

રવિકુમાર કમલેશકુમાર મિસ્ત્રી, મદદનીશ ભુસ્તર શાસ્ત્રી (આણંદ વિભાગ)

કીરણભાઈ કાન્તીભાઈ પરમાર, IT એક્ઝિક્યુટિવ

સંકેતભાઈ પટેલ, રોયલ્ટી ઇન્સ્પેક્ટર

આ તમામ આરોપીઓએ મોબાઈલ સંવાદ અને સહયોગ દ્વારા લાંચ પ્રક્રિયામાં સહભાગી બન્યા હોવાનું ACB તપાસમાં બહાર આવ્યું છે.

ટ્રેપની કામગીરીનું નેતૃત્વ:
D.D. વસાવા, પોલીસ ઇન્સ્પેક્ટર, નર્મદા ACB, રાજપીપલા
સુપરવિઝન અધિકારી:
P.H. ભેસાણિયા, મદદનીશ નિયામક, ACB વડોદરા

ACB દ્વારા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now