Home Gujarat Former Mp Speaks At A Rally On The Par Tapi Narmada River Link Project Issue

''...મરવાનો વારો આવે તો પણ પાછા નહીં હટીએ'' : પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દેની મહારેલીમાં પૂર્વ સાંસદ બોલ્યા

''...મરવાનો વારો આવે તો પણ પાછા નહીં હટીએ''
Published by: OBS Bureau
Last Updated: Aug 14, 2025, 10:15 AM IST

પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે ધરમપુરમાં આદિવાસી સમાજ સાથે કોંગ્રેસે મહારેલી યોજી વિરોધ નોંધાવ્યો છે. આ મહારેલીમાં ડાંગ, વલસાડ સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા. જેમાં કોંગ્રેસ નેતાઓ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.


અમિત ચાવડાએ શું કહ્યું?

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, ''દિલ્હીમાં બેઠા બેઠા વોટની ચોરી કરે છે, આદિવાસી વિસ્તારમાં જમીન ચોરવાનું કારસ્તાન કરે છે, કોઈ પણ સંજોગોમાં આદિવાસીઓના હક્કો પર તરાપ મારવા નહીં દઈએ''


''...મરવાનો વારો આવે તો પણ પાછા નહીં હટીએ''

તાપીના પૂર્વ સાંસદે અમરસિંહ ચૌધરીએ ધવલ પટેલનું નામ લીધા વગર કહ્યું કે, ''તારા જન્મ પહેલાં હું પાર્લામેન્ટનો મેમ્બર હતો, મિત્રો મરવાનો વારો આવે, બલિદાન આપવાની વાત આવે તો પણ પાછા નહીં હટીએ''.


''હવે પછી અમે બીજી રેલી ડાંગમાં કરીશું''

ધારાસભ્ય અનંત પટેલે કહ્યું કે, કે, પાર-તાપી સંઘર્ષ સમિતિ દ્વારા આજે અમે આવેદનપત્ર આપવાનું નક્કી કહ્યું અને મહારેલી યોજવાનું નક્કી કર્યું હતું. અમારી એક જ માંગ છે કે અમને આ પ્રોજેક્ટ જોઇતો નથી, એટલે સરકાર શ્વેત પત્ર રજૂ કરે. જેણે પત્ર બતાવ્યો એમને કહેવાનું કે પહેલાં બરાબર વાંચો અને આદિવાસીઓને મુરખ બનાવવાનું બંધ કરો. હવે પછી અમે બીજી રેલી ડાંગમાં કરીશું''.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now