Home Gujarat Former Chief Minister Vijay Rupani Dna Has Been Matche

પ્લેન ક્રેશ બાદ પૂર્વ CM વિજય રૂપાણીના મૃતદેહની ઓળખ થઈ : હર્ષ સંઘવીએ આપી રૂપાણીના DNA મેચ થયાની ખાતરી, આવતીકાલે રાજકોટમાં થશે અંતિમવિધિ

પ્લેન ક્રેશ બાદ પૂર્વ CM વિજય રૂપાણીના મૃતદેહની ઓળખ થઈ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jun 15, 2025, 09:23 AM IST

Former Chief Minister Vijay Rupani's DNA has been matched: પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના DNA મેચ થઈ ગયા છે. DNA એ મેચ થતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મૃતદેહની ઓળખ થઈ ગઈ છે. જેની સત્ત્વાર જાણકારી ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી છે. એર એમ્બ્યુલન્સ મારફતે વિજય રૂપાણીના મૃતદેહને રાજકોટ મોકલવામાં આવી રહ્યો છે. રાજકોટના રામનાથપરા સ્મશાન ગૃહમાં વિજય રૂપાણીના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પ્લેન ક્રેશમાં અત્યાર સુધી 42 લોકોના ડીએનએ મેચ થયા છે, જેમાંથી 14 લોકોના મૃતદેહ એમના પરિવારને સોંપવામાં આવ્યાં છે.

હર્ષ સંઘવીએ જણાવ્યુંકે, અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના બાદ મૃતકોના ડીએનએ મેચ કરી તેમની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જે અંતર્ગત આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મૃતદેહની સત્તાવાર રીતે ઓળખ કરી લેવાઈ છે. DNA મેચ થતાં વિજય રૂપાણીની ઓળખ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છેકે, અમદાવાદથી લંડન જઈ રહેલી ફ્લાઈટ ક્રેશ થઈ હતી. જેમાં સવાર એક યાત્રી સિવાય તમામના મોત નીપજ્યાં હતાં. ત્યારે ડીએનએના આધારે મૃતદેહની ઓળખ કરીને પરિવારોને મૃતદેહ સોંપવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે દુર્ઘટના બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પરિવાર પણ ડીએનએ મેચ થવાની રાહ જોઈ રહ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ પરિવારને મૃતદેહ સોંપાયા બાદ રાજકોટમાં અંતિમવિધિ કરવામાં આવશે. રાજકોટમાં આવતીકાલે થશે વિજય રૂપાણીનો અંતિમ સંસ્કાર. મંગળવારે રાજકોટમાં જ્યારે બુધવારે ગાંધીનગર ખાતે વિજય રૂપાણીના નિધન અન્વયે શોકસભા રાખવામાં આવશે.

મહત્ત્વનું છેકે, અમદાવાદમાં ૧૨મી જૂને એર ઇન્ડિયાનું લંડન જઇ રહેલુ AI171 વિમાન મેધાણીનગરમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનાના પગલે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી ઓળખની કામગીરી અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે  મીડિયા બ્રીફિંગ દરમિયાન આ માહિતી આપી હતી.  જેમના ડીએનએ સેમ્પલ મેચ થયા છે તે પાર્થિવદેહ પરિવારજનોને સન્માનપૂર્વક સોંપવામાં આવી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now