Home Gujarat Forecast For Saurashtra South Gujarat Today Met Department Forecast Till June 6

આજે સૌરાષ્ટ્ર, દ.ગુજરાતમાં આગાહી : 6 જૂન સુધી હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી

આજે સૌરાષ્ટ્ર, દ.ગુજરાતમાં આગાહી
Published by: OBS Bureau
Last Updated: Jun 01, 2025, 06:13 AM IST

રાજ્યમાં 6 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલના હવામાન ચક્રવાતી પ્રવાહ અને દક્ષિણ ભારતમાં થતી વિક્ષેપિત પવનવ્યવસ્થાની અસરથી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાં પડશે તેવી સંભાવના છે.

આજના વરસાદગ્રસ્ત જિલ્લાઓ:

સૌરાષ્ટ્ર: અમરેલી, ભાવનગર, બોટાદ
દક્ષિણ ગુજરાત: વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ, દાદરા નગર હવેલી
મધ્ય ગુજરાત: નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, મહિસાગર



હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે.
હવામાન વિભાગના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર દક્ષિણ ભારતમાં સર્જાયેલી સિસ્ટમના ધીમી પડતા ગુજરાતમાં હવે ચોમાસું સમયસર, પરંતુ વહેલા નહીં આવે તેવી શક્યતા છે. જૂનના પ્રથમ પખવાડિયામાં હળવો વરસાદ રહેશે, જ્યારે 22 જૂનથી 30 જૂન દરમ્યાન ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.


હિટવેવની સંભાવના ઓછી, ગરમીથી રાહત અપાવશે વરસાદ
આ વર્ષે જૂન મહિનામાં હીટવેવની શક્યતા નહિવત્ છે, જેને કારણે જનતાને ગરમીથી થોડી રાહત મળશે. જૂનમાં સરેરાશ મહત્તમ તાપમાન 37.5°C રહેવાની શક્યતા છે.


આ વર્ષે સરેરાશ કરતા વધુ વરસાદની શક્યતા
હવામાન વિભાગ અને સ્કાયમેટના અંદાજ મુજબ, આ વર્ષે ગુજરાતમાં ચોમાસા દરમિયાન દર વર્ષની સરખામણીએ વધુ વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરીને જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં વરસાદનું જોર વધારે રહેવાનું અનુમાન છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now