Home International For The First Time China Gave Statement On Ongoing Tariff Conflict With America

''અમેરિકા નહીં સુધરે તો...'' : ટેરિફ મુદ્દે પહેલી વખત આવ્યું ચીનનું નિવેદન, કહ્યું, અમેરિકા આવા નખરાં કરતું રહેશે તો...

''અમેરિકા નહીં સુધરે તો...''
Published by: OBS Bureau
Last Updated: Apr 17, 2025, 06:35 AM IST

ચીન અને ટ્રમ્પની સામસામે ટેરિફ વિવાદને લઇને પહેલી વખત ચીનનું નિવેદન સામે આવ્યું છે..રોઇટર્સના અહેવાલ મુજબ, બેઇજિંગે ગુરુવારે સ્પષ્ટ કર્યું કે તે અમેરિકાના "ટેરિફ ગેમ્સ"થી ગભરાશે નહીં. ચીને એમ પણ કહયું કે જો વોશિંગ્ટન આવી રમત રમવાનું ચાલુ રાખવા માંગે છે, તો તે રાખી શકે છે, પણ ચીન આવી ગેમને ભાવ નહીં આપે. 

અમેરિકા સરકાર દાવો કરે છે કે ભારે ભરખમ ટેરિફે ચીનની અન્યાયી વેપાર પ્રથાઓ અને વધતી જતી આર્થિક આક્રમકતાનો પ્રતિભાવ છે. વ્હાઇટ હાઉસે ભારપૂર્વક જણાવ્યું હતું કે 75થી વધુ દેશો પહેલાથી જ અમેરિકા સાથે નવા વેપાર કરારો માટે વાટાઘાટો કરી રહ્યા છે, જેથી તેમના પર ચીનની જેમ ભારે ટેરિફ લાદવામાં આવી રહ્યા નથી.

મહત્વનું છે કે ચીન અને અમેરિકાના આમને સામને ટેરિફ લાદવાને લઇને અનેક વૈશ્વિક વેપાર અને સપ્લાય ચેઇન પ્રભાવિત થઇ છે. ચીને અમેરિકાને પાઠ ભણાવવા રેર મેટલ્સ કહેવાતી ધાતૂઓની સપ્લાય અટકાવી દીધી છે. બીજી બાજુ અમેરિકા અને ચીનના ટ્રેડવોરને કારણે રાતોરાત મોંઘવારી ઘટતાં અમેરિકામાં મંદીનો ખતરો વધી રહ્યો છે. તેવામાં વિશ્વભરના શેરમાર્કેટમાં અવિશ્વાસનો માહોલ જોવા મળી રહ્યો છે. 

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now